નવસારી: જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48ની આસપાસ આવેલા કેટલાક ઢાબાઓ કે ખુલ્લી જગ્યાઓમાં ગેરકાયદેસર બાયોડીઝલ સહિત (Biodiesel Seized in Antalya GIDC) ડીઝલ, કેમિકલ, સ્ટીલનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, જેમાં ઘણા કાળા બજારીયાઓ અન્ય જગ્યાએ પણ છુપી રીતે વેપાર કરતા હોય છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગત મોડી રાતે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે બીલીમોરા નજીકની આંતલિયા GIDCના બ્લોક નંબર 98/1 માં GP થ્રિનર કેમિકલની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ પર દરોડા પાડી 18.84 લાખ રૂપિયાનું ગેરકાયદે રાખેલું બાયોડીઝલ ઝડપી પાડ્યું હતુ.
કુલ 27.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે ઘટના સ્થળેથી બાયોડીઝલ (4 policemen of Bilimora suspended) સાથે બે વાહનો અને અન્ય સમાન મળી કુલ 27.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જ્યારે ગેરકાયદેસર બાયોડિઝલનો વેપલો કરતાં પારસરામ કુંભાર, તેને ત્યાં નોકરી કરતા મલય પટેલ તેમજ સેલવાસના ટેમ્પો ચાલક મયુર ઠક્કરની ધરપકડ કરી હતી.