પોલીસે નશાખોરોના થર્ટી ફર્સ્ટના રંગમાં ભંગ પાડવા માટે કમર કસી છે નવસારી ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો અમલ કરાવવા માટે દર વર્ષે થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ આગોતરું આયોજન (31st celebrations in Navsari )કરે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા પોલીસ (Navsari Police ) દ્વારા પણ 31મીના બે દિવસ અગાઉ હાઇવે સહિત રાજ્ય ધોરીમાર્ગ ઉપર નાકાબંધી કરીને ફોર વ્હીલ અને ટુ વ્હીલને અટકાવી દારૂ પીને વાહન હાંકતા ચાલકોને અટકાવી બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા દારૂ પીધાનું પ્રમાણ માપવા માટેની કામગીરી આરંભી દેવાઈ છે. નવસારી જિલ્લાને અડીને આવેલો નેશનલ હાઇવે નંબર 48 પર દમણથી મોટીમાત્રામાં દારૂની હેરાફેરી થાય છે ત્યારે 31st પહેલા આ હેરાફેરીમાં વધારો જોવા મળે છે. જેથી 29 અને 30 તારીખે નવસારી પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ (Police Special Drive to stop liquor on highways ) યોજી રહી છે.
આ પણ વાંચો વડોદરામાં નાકાબંધી, બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ, શા માટે તે જાણો
સતત કોમ્બિંગ કરવામાં આવશે 31 ડીસેમ્બરની (31st celebrations in Navsari ) રાત્રે હોટલ,ઢાબા,ફાર્મ હાઉસ જેવી જગ્યાએ દારૂની મહેફિલ સાથે નવા વર્ષની ઉજવણી ન થાય તે માટે સતત કોમ્બિંગ કરવામાં આવશે અને સાથે જ ડ્રીંક એન્ડ ડ્રાઇવ ઉપર પણ પોલીસની નજર (Police Special Drive to stop liquor on highways )રહેશે. છેલ્લા બે વર્ષથી કોરોના હોવાથી લોકોએ 31 ની ઉજવણી સંયમિત બનીને કરી હતી. પરંતુ હવે કોરોનાનો ભય નથી ત્યારે આ વર્ષે સંભવિતપણે લોકો થર્ટી ફર્સ્ટે છાંટાપાણી દ્વારા ઉજવણી કરી શકે છે. ત્યારે પોલીસે નશાખોરોના થર્ટી ફર્સ્ટના રંગમાં ભંગ પાડવા માટે કમર કસી છે.
આ પણ વાંચો ગુલાબી ઠંડી વચ્ચે કોરોનાની ગાઈડલાઈન મુજબ દમણમાં થશે થર્ટી ફર્સ્ટની ઉજવણી, હોટેલ્સમાં થયું 80 ટકા બુકિંગ
આટલો હશે પોલીસ બંદોબસ્ત 31મીના બંદોબસ્તમાં પોલીસ અધિકારી કર્મચારીઓના બંદોબસ્ત ઉપર નજર કરીએ તો 2-DYSP,14 PI,20PSI
350 પોલીસ કોન્સ્ટેબલ,350 હોમ ગાર્ડ જવાન નાકાબંધી ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને ફાર્મ હાઉસ હોટલ ડાબા જેવા સ્થળોએ સતત નજર રાખશે. થર્ટી ફર્સ્ટ પૂર્ણ થાય અને નવું વર્ષ શરૂ થાય તે દરમિયાન કેટલાક લોકો ઉજાણી (31st celebrations in Navsari )કરવા માટે આતશબાજીબી કરતા હોય છે. જેને કારણે કાચા મકાન અને ઝૂપડા ઉપર આગ લાગવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. ત્યારે પોલીસ આવી પ્રવૃત્તિ કરનાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે અને તેમને રોકવામાં આવશે.