નવસારીમુંબઈ પર 26/11નો હુમલો (26 11 attack Witness of this incident) આજે પણ ભારતીયો ભૂલી શકતા નથી. કારણ પાકિસ્તાનથી નાપાક ઇરાદા સાથે આવેલા આતંકવાદીઓએ મુંબઈના મહારાજા છત્રપતિ રેલ્વે સ્ટેશન, હોટલ તાજ, હોટલ એબોરોય જેવી જગ્યાઓએ હજારો નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબારી કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આજે 26/11 ની ઘટનાને યાદ કરી જેતે વખતની સિસ્ટમ ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. સિસ્ટમ ઉપર પણ સવાલો મુંબઈ સાયણનાં તત્કાલીન કોર્પોરેટર (Corporator of Mumbai Sion) અને હાલના ભાજપના ધારાસભ્ય કેપ્ટન આર. તમિલ સેલવન નવસારીની મુલાકાતે છે, ત્યારે તેમણે આજે 26/11ની ઘટનાને યાદ કરી જેતે વખતની સિસ્ટમ ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. વર્ષ 2008નો નવેમ્બર મહિનો અને તેની 26 તારીખ ભારતના ઇતિહાસમાં કાળો દિવસ તરીકે યાદ રહ્યો છે. પાકિસ્તાનથી આવેલા લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ (Lashkar e Taiba terrorists) દરિયામાંથી કુબેર બોટના માછીમારોને મારીને દરિયામાં ફેંકી દીધા બાદ મુંબઇ પહોંચ્યા હતા.
પાર્સલ કર્મચારીઓ, કામદારો તેમજ રેલ્વે અધિકારીઓ મદદે દોડ્યા મુંબઈમાં અંદાજે 8 સ્થળોએ નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબારી કરી હતી. જેમાં 26/11ના દિવસે છત્રપતિ શિવાજી ટર્મિનન્સમાં (Chhatrapati Shivaji Terminus) અજમલ આમિર કસાબ તેમજ તેના સાથીઓએ ગોળીબાર શરૂ કરતા જ ફટાકડાનો અવાજ કેમ છે, એવુ તત્કાલીન કોર્પોરેટર અને રેલવેમાં પાર્સલ કોન્ટ્રાકટર (Parcel Contractor in Railways) કેપ્ટન આર. તમિલ સેલવને લોહીલુહાણ હાલતમાં પડેલા લોકોને હોસ્પિટલ લઈ જવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર પાર્સલ વિભાગની હાથ લારી લઈને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. ઘાયલોને લારીમાં મૂક્યા હતા. તેમની હિંમત જોઈને પાર્સલ કર્મચારીઓ, કામદારો તેમજ રેલ્વે અધિકારીઓ પણ તેમની સાથે મદદે દોડ્યા હતા.
આજે આતંકવાદીઓ ભારત તરફ જોઈ શકતા નથી આર. તમિલ સેલવને ઘટનામાં પક્ષની વાત નહીં પણ કોંગ્રેસ સરકાર હતી. એની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. કારણ આતંકવાદીઓ નિર્દોષો પર પાણીની જેમ ગોળીઓ છોડી રહ્યા હતા, ત્યારે સ્થાનિક રેલ્વે પોલીસ પાસેની બંદુકમાંથી ગોળીઓ છોડવામાં પણ તકલીફ પડી રહી હતી. ત્યારે આજે આતંકવાદીઓ ભારત તરફ જોઈ શકતા પણ નથી. તેનો ગર્વ વ્યક્ત કર્યો હતો.