નવસારીમાં મેધરાજાનું રૌદ્ર સ્વરૂપ, 12 ઇંચ વરસાદ બાદ 2500 લોકોનું કરાયું સ્થળાંતર નવસારી: છેલ્લા બે દિવસમાં સુરતની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. મેઘરાજા કોઈ માટે આફત તો કોઈ ખુશી લઇને આવ્યા છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ શહેરોમાં નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોની હાલત કફોડી બની છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને નિશાળ વાળા વિસ્તારોમાં 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે.
પાણીમાં રાત વિતાવવાનો વારો:નવસારીમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ નવસારી શહેરમાં ખમકતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તાર શાંતાદેવી રોડ વેરાવળ વિસ્તાર દરગાહ રોડ પર 5-6 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ બસ સ્ટેન્ડ રોડ મંકોડીયા વિસ્તાર કુંભારવાડા વિસ્તાર જેવા મહત્વના શહેરના માર્ગો પર વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાયા છે. નવસારી શહેરમાં મધ્યમાં આવેલા કુંભાર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાતા સ્થાનિક દુકાન અને ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો રાત્રીના સમય દરમિયાન પાણીમાં રાત વિતાવવાનો વારો આવ્યો છે.
નદીની જળ સપાટી: જ્યારે બંધ પડેલી દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની કારણે દુકાનમાં મુકેલા માલ સામાનને પણ ભારે નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે દુધિયા તળાવથી સુશોષા હોસ્પિટલ જવાનો રસ્તો વરસાદી પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટેશન રોડ વિસ્તારના કિરણ નગર સોસાયટી અને ગૌરીશંકર મહોલ્લા જેવા વિસ્તારોના ઘરોમાં અંદાજે અઢી ફૂટ પાણી ભરાયા છે. રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે જે વેપારીઓની દુકાનો છે. તે વેપારીઓને દુકાનો ભગવાન ભરોસે મૂકવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી પુણા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે.
ચુસ્ત બંદોબસ્ત:વરસાદ અને ઉપરવાસમાં થી આવતું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઝડપથી પાણી ભરવાની શરૂઆત થઈ જતાં વહીવટી તંત્ર દ્વારા અંદાજિત 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું .છે સાથે નીચાણવાળા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે .સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. તો બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાવાને કારણે નગરપાલિકા દ્વારા ફૂડ પેકેટ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતાં બે સ્ટેટ હાઇવે અને 53 જિલ્લા પંચાયત હસ્તકના રોડ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા બેરીકેટ મૂકી કોઈ અનિષ્ટની ઘટના ન બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- Navsari Rain: નવસારી શહેરમાં જળબંબાકાર, દુકાનોમાં ભરાયા પાણી
- Navsari News : નવસારીમાં બ્રિજ પર પાણીના જોરદાર પ્રવાહ, છતાં લોકો જોખમી રીતે વાહન હંકારતા મળ્યા જોવા