નવસારીના 25 ઉમેદવારોએ ચૂંટણીપ્રચારમાં કુલ 66.65 લાખનો ખર્ચ કર્યો
નવસારીઃ લોકસભા બેઠક પર કુલ 25 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. અને આ તમામ 25 ઉમેદવારોના ભાવિ 23 એપ્રિલે EVMમાં સીલ થઇ ચુક્યા છે. ત્યારે દરેક ઉમેદવારોએ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી મતદારોને રીઝવવા પોતાનો પ્રચાર કર્યો હતો. પરંતુ આ પ્રચાર પાછળ નવસારી લોકસભા બેઠકના 25 ઉમેદવારોએ કુલ 66,65 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો હતો
સ્પોટ ફોટો
લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે નવસારી લોકસભા બેઠકના 25 ઉમેદવારોએ કુલ 66,65 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો હતો, પરંતુ નવસારી લોકસભા બેઠક પર સૌથી વધુ ચૂંટણી ખર્ચ ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ એ 30,38 લાખ રૂપિયાનો ચૂંટણી ખર્ચ કર્યો હતો. જ્યારે લોકસભા બેઠક કોંગ્રેશ ઉમેદવાર ધર્મેશ પટેલએ 17,55 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો હતો. જયારે બાકી લોકસભાના 23 જેટલા ઉમેદવારો મળીને કુલ ખર્ચ 16,78 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો હતો.