- નવસારીમાં GPSCની પરીક્ષા માટે 5188 પરીક્ષાર્થીઓ નોંધાયા
- નવસારીના 18 પરીક્ષા કેન્દ્રો પર બે તબક્કામાં લવવામાં આવી પરીક્ષા
- બીજા તબક્કામાં 1981 પરીક્ષાર્થીઓ રહ્યા હાજર
નવસારી : GPSC(ગુજરાત જાહેર સેવા આયોગ)ની વિવિધ જગ્યાઓ માટે રવિવારના રોજ યોજાયેલી પ્રથમ કસોટી પરીક્ષા બે તબક્કામાં યોજાઈ હતી. જેમાં નવસારી જિલ્લામાં 18 કેન્દ્રો પર નોંધાયેલા પરીક્ષાર્થીઓમાંથી 2019 પરીક્ષાર્થીઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો -પાટણ જિલ્લાના 2 કેન્દ્રોમાં GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ
વહીવટી સેવા, મુલકી સેવા અને મુખ્ય અધિકારી માટે લેવાઈ પરીક્ષા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 માટે રવિવારના રોજ પ્રથમ કસોટી પરીક્ષા યોજાઈ હતી. નવસારી જિલ્લામાં પણ 18 પરીક્ષા કેન્દ્રો પર બે તબક્કામાં લેવામાં આવી હતી. જિલ્લામાં નોંધાયેલા 5,188 પરીક્ષાર્થીઓમાંથી પ્રથમ તબક્કાની પરીક્ષામાં 2019 પરીક્ષાર્થીઓ અને બીજા તબક્કામાં 1981 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.