ગુજરાત

gujarat

ETV Bharat / state

2 પૂર્વ CMના દિકરા હાર્યા, આણંદથી ભરતસિંહ અને બારડોલીથી તુષાર ચૌધરીની કારમી હાર - BJP

ન્યૂઝ ડેસ્કઃ લોકસભાની ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને કેટલીક બેઠકો પર ભાજપની જીત પણ થઈ છે.

ફાઈલ ફોટો

By

Published : May 23, 2019, 5:33 PM IST

આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઉમેદવારોનું પ્રભુત્વ રહ્યું છે. આ ઉપરાંત આણંદમાં પાટીદારોનું વર્ચસ્વ પણ રહ્યું. જ્યારે અહીંના ઉમેદવારની પસંદગી થતી હોય ત્યારે ચોક્કસ રીતે જ્ઞાતિવાદના પરિબળને ધ્યાનમાં રાખવામાં આવે છે. 2014ની મોદી લહેરમાં જીતી ગયેલા દિલીપભાઈ વિવાદિત ઈતિહાસ ધરાવતા હતાં. જેથી આ વખતે ભાજપે નો-રિપીટ થિયેરી અપનાવી મિતેશ પટેલને મેદાનમાં ઉતાર્યાં હતાં. મિતેશ પટેલે કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવી મોટી જીત મેળવી છે.

બારડોલીથી તુષાર ચૌધરીની હાર

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ભરસતિંહ સોલંકી રાજકારણમાં જોવા મળતા નહોતા. કહેવાય છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ ભરતસિંહ કોંગ્રેસના હાઈ કમાન્ડથી નારાજ ચાલી રહ્યાં હતાં, પરંતુ, કોંગ્રેસે ફરી ભરતસિંહને ટિકિટ આપતા નારાજગીની અટકળોનો અંત આવ્યો હતો. ભરતસિંહ સામે પિતા માધવસિંહ સોલંકી અને નાના ઈશ્વરસિંહ ચાવડાની શાખ બચાવી રાખવાનો મોટો પડકાર હતો, ભાજપે સ્થાનિક ઉદ્યોગપતિ મિતેષ પટેલને તક આપી યુવા નેતૃત્વને સ્થાન આપ્યું હતું તો મિતેષભાઈએ જીત મેળવી દિગ્ગજ નેતાને હારવવાની સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દિકરાને હાર આપી છે.

આણંદથી ભરતસિંહ સોલંકીની હાર

બીજી તરફ એસટી માટે અનામત બારડેલી બેઠક પર આદિવાસી ઉમેદવાર જ જીતતો આવ્યો છે. આ વખથે ભાજપના પ્રભુ વસાવાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીની કરારી હાર થઈ છે. આમ, કોંગ્રેસના તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના પુત્ર થાય છે. જેથી ગુજરાતના બીજા એક પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીના પુત્રની હાર થઈ છે.

ABOUT THE AUTHOR

...view details