ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી: કારમાં 2 અને બાઈક પર 1 વ્યક્તિને જ મંજૂરી, જાહેરનામાના ભંગ બદલ 200 વાહનો ડિટેઈન કરાયા - lockdown in Gujarat

કોરોનાથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, એનાથી પણ વધુ હવે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઇથી પાલન કરવું પડશે. વાહનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કારમાં 2 અને બાઈક પર 1 વ્યક્તિ જ મુસાફરી કરી શકશે એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેની અમલવારી કરાવતા નવસારી પોલીસે એક જ દિવસમાં 200 વાહનો ડિટેઇન કર્યા હતા.

Navsari
કારમાં 2 અને બાઇક પર 1 વ્યક્તિને જ મંજૂરી

By

Published : Apr 22, 2020, 12:07 PM IST

નવસારી: કોરોનાની મહામારીથી દેશવાસીઓને બચાવવા ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વારંવારં હાથ ધોવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની માર્ગ દર્શિકા પણ જાહેર કરી છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય એ માટે સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કર્યા છે. જોકે ખાનગી વાહનોને મુસાફરી માટે છૂટ આપવામા આવી હતી. તે દરમિયાન ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2 હજારને પાર થઈ ગઈ છે અને જેના કારણે ગુજરાત દેશમાં બીજા નંબરે પહોંચ્યું છે. જેથી સરકાર દ્વારા લોકડાઉન અને તેના નિયમોનું કડકથી પાલન કરાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. જેમાં નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા મુસાફરી દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ હેતુથી કારમાં ચાલક સાથે 2 જ વ્યક્તિઓ અને બાઇક પર 1 જ વ્યક્તિ મુસાફરી કરી શકશે એવું જાહેરનામું બહાર પાડ્યું છે.

નવસારીમાં કારમાં 2 અને બાઇક પર 1 વ્યક્તિને જ મંજૂરી

પોલીસ દ્વારા શહેરના દરેક પોઈન્ટ પર બાઇક પર ડબલ સવારી વાહન ચાલકોને અટકાવ્યા હતા. કારમાં પણ બે જ વ્યક્તિઓ હોય એનું ધ્યાન રાખવામાં આવ્યું હતુ અને જો બે વ્યક્તિઓ આગળની સીટ પર હોય, તો એકને ઉતારી પાછળની સીટ પર બેસાડ્યો હતો. પોલીસે મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા 200 વાહન ચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો અને વાહનો પણ જપ્ત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details