- જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1108 થઈ
- જિલ્લામાં આજે મંગળવારે 139 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે આજે મંગળવારે 5 કોરોના દર્દીઓના મોત નોંધાયા
- જિલ્લામાં કુલ 3,148 લોકોએ કોરોના સામેની જંગ જીતી
નવસારીઃજિલ્લામાં દિવસે દિવસે કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. જેમાં આજે મંગળવારે જિલ્લામાં કુલ 160 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 1,108 પહોંચી છે. બીજી તરફ આજે મંગળવારે 139 દર્દીઓએ કોરોનાને માત આપી હતી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ચીખલીમાં 3, ખેરગામમાં 1 અને નવસારીમાં એક મળી કુલ પાંચ કોરોના દર્દીઓના મોત નોંધાયા છે.
આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં મંગળવારે વધુ 128 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા