નવસારીછેલ્લા કેટલા વર્ષોથી વાતાવરણમાં (Climate of Gujarat) કોઇ મેળ રહ્યો નથી. શિયાળામાં ગરમી તો ચોમાસામાં તડકો, તો ઉનાળામાં વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ વાતાવરણ (Weather of Gujarat) બદલવાના કારણે પાકની સાથે માનવજીવન પર સીધી અસરની સાથે આડી રીતે પણ અસર કરે છે. વાતાવરણ બદલવાના કારણે શરીરને અને બીજી રીતે ખેડૂતોના પાકને નુકશાની જોવા મળે છે. પાકને નુકશાન ના કારણે ખેડૂતોને આવક સારી મળતી નથી. પાક ઓછો થવાના કારણે માર્કેટમાં પાકની કિંમત બમણી થાઇ છે. જેના કારણે વાતાવરણની અસર દરેકને પડે છે.ત્યારે નવસારીમાં વાતાવરણ સામે ટકી શકે તેવા પાકનું સંશોધન થાય તે માટે કૃષિ યુનિવર્સિટીમાં (Atmospheric seminar in Agricultural University) સેમિનાર યોજાયો હતો. જેમાં દેશના 150 વૈજ્ઞાનિકહાજર રહ્યા.
વૈશ્વિક સમસ્યાગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક (Global warming is a global problem) સમસ્યા બની છે. આ માનવસર્જિત આફત સામે ટકી શકવા માટે અનેક દેશ મનોમંથન કરી રહ્યા છે. સતત બદલાતું વાતાવરણ માનવ શરીર સાથે સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન કરી રહ્યું છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે Innovative Approaches for Sustainable Agriculture Under Changing Climates" સેમિનારમાં મથુરાની સંસ્કૃતિ યુનિવર્સિટીના વાઇસ ચાંસેલર એમ.બી ચેટ્ટતી સાથે દેશના વિવિધ કૃષિ યુનીવરસિટીના 150 જેટલા વૈજ્ઞાનિકોએ સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં બદલાતા વાતાવરણને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું.