- નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 963 થઈ
- જિલ્લામાં બુધવારે 87 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
- કોરોનાના કારણે બુધવારે 4 દર્દીનું મૃત્યુ થયું
નવસારીઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. જિલ્લામાં બુધવારે નવા 140 લોકો કોરોના સંક્રમિત થયા હતા. તો બીજી તરફ કોરોનાના કેસ ઘટાડવાની દિશામાં આરોગ્ય વિભાગ પણ કામ કરી રહ્યું છે. જિલ્લામાં અત્યારે કોરોનાના કુલ 963 કેસ એક્ટિવ છે.
આ પણ વાંચોઃનડીયાદ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી કતાર, આજે વધુ 151 કેસો નોંધાયા
જિલ્લામાં 2,472 લોકોએ કોરોનાને મ્હાત આપી
તો બીજી તરફ બુધવારે કોરોનાની સારવાર લઈ રહેલા 87 દર્દીઓ કોરોના સામેની લડાઈ જીતી ઘરે પરત ફર્યા હતા. બુધવારે વાંસદા, ચીખલીના 2 અને નવસારીના એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું.
જિલ્લામાં બુધવારે 87 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી આ પણ વાંચોઃસુરતના સિવિલના ડો.નેહા વર્મા કોરોનાગ્રસ્ત થયાં: 10 દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરજ પર જોડાયા
જિલ્લામાં કોરોનાના કુલ કેસ 3,547 થયા
જિલ્લામાં એપ્રિલ 2020થી 28 એપ્રિલ 2021 સુધીમાં કોરોનાના કુલ 3,547 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જેની સામે 2,472 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી છે. જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગના ચોપડે કુલ 112 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.