નર્મદા: ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનાનું ખાતમુર્હત તત્ત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે 5મી એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું. આજે આ બંધ ના કામને શરુ થયે 57માં વર્ષ પૂર્ણ થયા છે. 60 હજાર કરોડના ખર્ચ બાદ નર્મદા બંધ અધુરો હતો.
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 17માં દિવસે બંધના દરવાજા મુકવાની મંજૂરી મેળવી 12 જૂન 2014ના રોજ તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ખાતમુહર્ત કર્યું હતું. જે કામ પૂર્ણ થયા બાદ 17 મી સપ્ટેમ્બર 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરવાજા બંધ કરી નર્મદા મૈયાની પૂજા કરી જળ સપાટી વધારવાની મંજૂરી અપાવી હતી. ત્યાર પછી ચોમાસુ નબળું રહેતા પાણી ભરાયું નથી. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ડેમ 138.68 મીટરે પહોંચ્યો છે. જેના વધામણાં થયા હતા. ગૂરૂવારે એ અવસર.પુનઃ આવ્યો છે, તો ફરીવાર તેના વધામણા થયા છે. જોકે જેનો સીધો ફાયદો ગુજરાતને થશે. હાલ નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઇ છે.
નર્મદા ડેમના પાણીથી ગુજરાત અને દેશનો વિકાસ 138.68 મીટર પોતાની પૂર્ણ સપાટીએ સરદાર સરોવર નર્મદા ડેમ પોતાની 138.68 મીટર સુધી મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વાર 100 % છલો છલ પૂર્ણ ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાની ઓફિસમાંથી નર્મદા નિરના ઈ-વધામણાં કર્યા હતા. જ્યારે ગુજરાત સરકારના નર્મદા વિકાસ રાજ્ય પ્રધાન યોગેશ પટેલે, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના MD રાજીવ ગુપ્તા સહિત અન્ય અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પૂજા અર્ચના કરી નર્મદા નિરના વધામણાં કર્યા હતા.
નર્મદા ડેમના પાણીથી ગુજરાત અને દેશનો વિકાસ 138.68 મીટર પોતાની પૂર્ણ સપાટીએ સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે. અને ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના 23 દરવાજા 20 સેમી ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના RBPH 6 યુનિટી સતત ચાલુ કરાતા 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જ્યારે CHPH ના 3 યુનિટી સતત ચાલુ કરાતા 13000 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડાવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે નર્મદા બંધને મા રેવાના નીરથી 100% છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપી હતી. પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017 ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો.પીએમ મોદીના 70 માં જન્મદિવસ 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ ડેમના લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરાયો હતો. આમ નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ બીજી વખત સંપૂર્ણ ભરાયો છે.