- વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સીપ્લેન (Sea Plane)સર્વિસના હાલહવાલ
- એપ્રિલથી માલદીવ સમારકામ માટે ગયેલું સીપ્લેન હજુ નથી આવ્યું પરત
- 15 દિવસનો સમયગાળો અઢી મહિના લંબાઈ ગયો
નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi Dream Project) એવો સી-પ્લેન (Sea Plane) પ્રોજેક્ટ છેલ્લા અઢી મહિનાથી બંધ છે. 50 વર્ષ જૂનું સી પ્લેન રિપેર કરીને ગુજરાત લાવવામાં આવ્યું હતું તે શરુઆતમાં જ બહાર આવી ગયું હતું. એય ઠીક, પણ ગત એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં છેલ્લે સી-પ્લેને ઉડાન ભરી હતી અને સમારકામ માટે માલદીવ ગયું હતુ. એ હજુ પરત ફર્યું નથી. તો વાત એમ છે કે આ સેવા પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યાં પણ સુવિધા અને સેવા નિયમિત ચાલતી નથી. અનલોક શરુ થઈ ગયું છે તેવામાં સીપ્લેન સેવા ફરી પૂર્વવત શરૂ કરવા પ્રવાસીઓની માગણી છે
SoU ખુલ્યાં પછી સીપ્લેનની માગણી ઊઠી
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાં બાદ પ્રવાસીઓ માટે દેશવિદેશમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા માટે સરકારે અનેક સુવિધાઓ કરી હતી. જેમાં પહેલાં રોડમાર્ગ પછી સી પ્લેન (Sea Plane) સુવિધા પણ ધામધૂમથી લોકો માટે અર્પણ કરાઈ હતી. વારંવાર મેઇન્ટેનન્સ બાદ સી પ્લેન છેલ્લે 8 એપ્રિલ-2021ના દિવસે અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. ત્યાર બાદ 17 એપ્રિલે 2021ના રોજ સી-પ્લેન અમદાવાદથી માલદિવ્સ ગયું તે ગયું, હજી પરત આવ્યું જ નથી. કોરોના કાળમાં સેવા બંધ થઇ તે ફરી ચાલુ થઇ નથી. અઢી મહિના થયાં પણ આધિકારીઓને પણ ખબર નથી કે આ સેવા ફરી ક્યારે શરૂ થશે. નવા CEO સીપ્લેન સેવા ફરી ચાલુ કરાવે એવી પ્રવાસીઓમાં માગ ઉઠી છે.
આ પણ વાંચોઃ ડ્રીમ પ્રોજેક્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે દેશના પ્રથમ સી પ્લેન રુટનું પ્રસ્થાન, 31 ઓક્ટોબરે અમદાવાદથી જશે કેવડીયા
અમદાવાદમાં Sea Plane મેઇન્ટનન્સની સુવિધાની વાતો
દેશમાં પ્રથમવાર ગુજરાતના અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સીપ્લેન (Sea Plane) સેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેને 31 ઓક્ટોબર-2020ના વડાપ્રધાને (PM Modi Dream Project) સફર કરીને વિવિધત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી, પરંતુ, માંડ 20થી 25 જેટલી ઉડાનો ભરીને સી-પ્લેન મેઇન્ટનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. સી-પ્લેનના મેઇન્ટનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રએ દાવાઓ કર્યાં, પણ દર એક-દોઢ મહિને મેઇન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવે છે. જોકે સી પ્લેન (Sea Plane) શરૂ કરવામાં આવ્યું ત્યારે જ તે 50 વર્ષ જૂનું હોવાની જાણ પ્રવાસીઓ થયેલી છે. અત્યાર સુધીમાં 4 વાર મેઇન્ટનન્સ માટે સી પ્લેનને મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃદેશના પ્રથમ સી-પ્લેનનું અમદાવાદમાં આગમન, વડાપ્રધાન મોદી 31મીએ કરાવશે શ્રી ગણેશ
ફ્લાઈંગ અવર પૂરા થતાં ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે (Spice Jet ) સી-પ્લેનને માલદીવ મોકલ્યું હતું. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતાં સી-પ્લેન (Sea Plane) પરત નથી આવ્યું. સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવું તેનો કોઈ નિર્ણય તંત્ર દ્વારા લેવાયો નથી તેવું જાણવા મળ્યું છે. હવે સી-પ્લન ક્યારે શરૂ થશે, તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યાં છે. દેશમાં પહેલીવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી ( Ahmedabad Sabarmati River Front ) સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા સુધી 1 નવેમ્બર 2020થી સી-પ્લેન સફર શરૂ કરાઇ હતી. સી-પ્લેનના મેઇન્ટેનન્સની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી એને દર એક-દોઢ મહિને માલદીવ મોકલવામાં આવે છે.