ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 140659 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે, ખેડૂતો માટે ડેમમાં 6942 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2857.69 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં 60 સેમીનો વધારો નોંધાયો છે. જેને લઇને ડેમમાં CHPHનું 250 મેગવોટ એક ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં દર કલાકે વધારો, સપાટી 128.41 મીટરને પાર
નર્મદાઃ ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં દર કલાકે વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી હોવાથી સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 128.41 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 60 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. આ ચોમાસે પહેલી વાર ડેમની સપાટી 128 મીટરને પાર પાહોંચી છે. ત્યારે ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે ડેમના પાણીમાંથી રાજ્યના 400 તળાવો ભરાશે.
સરદાર સરોવર ડેમ
મધ્ય પ્રદેશમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના કારણે આ વખતે પહેલી વાર ડેમ ભરાયો હોય તેવી આશંકા છે. ઉલ્લેખનીય ડેમમાં દરવાજા મૂકાયા પછી આ પ્રથમ ચોમાસું સારૂ રહ્યું છે. મહત્વનુ છે કે ડેમની સપાટી 131 મીટર પોહોંચે ત્યાં સુધી ભરવામાં આવશે. ત્યારે, આ બાબતે NCA (નર્મદા કંટ્રોલ ઓથોરિટી ) એ પણ નર્મદા ડેમને 131 મીટર સુધી ભરવા માટે પરવાગી આપતા રાજ્ય સરકારના માથે જે પાણી ચિંતા હતી જે હાલ તો હલ થતા નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી બની છે.
Last Updated : Aug 8, 2019, 1:10 PM IST