ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના વધતા કેસ વચ્ચે ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન

નર્મદા જિલ્લામાં શહેરોની સાથે અંતર્યાળ વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભય બેસી ગયો છે. ત્યારે ડેડિયાપાડામાં વધતા કેસના પગલે વેપારીઓએ ત્રણ દિવસીય સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે.

ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન
ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન

By

Published : Apr 11, 2021, 1:57 PM IST

  • જિલ્લાના અંતર્યાળ વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભય
  • દેડિયાપાડામાં કોરોના સંક્રમણ વધતા ત્રણ દિવસનું વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન
  • લોકડાઉનના પગલે ગામડાઓમાંથી શહેરની અવર જવર પણ બંધ

નર્મદા : રાજપીપળા શહેર બાદ હવે જિલ્લાના અંતર્યાળ વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભય બેસી ગયો છે. જેને કારણે દેડિયાપાડામાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે ત્રણ દિવસનું વેપારીઓનું લોકડાઉન પ્રથમ દિવસે સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. અત્યારે સંખ્યાબંધ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાથી ઘણા વેપારીઓના અવસાન થઈ ચૂક્યા

ડેડિયાપાડામાં કોરોનાથી વેપારીઓના અવસાન થઈ ચૂક્યા છે. જેના કારણે ડેડિયાપાડામાં કોરોનાનો સંક્રમણ ઘટાડવા માટે પ્રથમ વખત 06:00 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પણ પ્રજા ઉમટી પડતી હતી. જેના કારણે ફરીવાર વેપારી મંડળે ગઈ કાલે શનિવારે સંપૂર્ણ ત્રણ દિવસ માટે લોકડાઉન જાહેરાત કરી હતી. ડેડિયાપાડામાં પ્રથમ દિવસ સંપૂર્ણ બંધ રહ્યો હતો અને ડેડિયાપાડા સંપૂર્ણ સ્મશાનવત શાંતિ જણાતી હતી. અને લોકો પણ ઘરોમા જ રહ્યાં હતાં.

આ પણ વાંચો : ધરમપુરમાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન, બજાર વહેલી સવારથી બંધ

કોરોના સંક્રમણ ઘટાડવા માટે ત્રણ દિવસીય સ્વૈચ્છિક બંધ

રોડ પર પણ કોઈ પ્રજા જોવા મળી ન હતી. આમ. ડેડિયાપાડા માં કોરોના સંક્રમણ ઘટાડવા માટે ત્રણ દિવસ બંધ રહેવાથી કોરોના સામે થોડા અંશે બ્રેક મારી શકવામાં સફળ થયા છે. છતાં પણ વેપારી મથકના લોકોએ લોકોને પણ સંપૂર્ણ અપીલ કરી છે કે, માસ્ક પહેરીને જ આવો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. કોરોનાથી બચો અને બચાવો.

ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચો : કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ

સ્થાનિકોએ હવે કોરોના ચેન તોડવાનો નિર્ણય સફળ થયા

ડેડિયાપાડા ખાનગી વાહન ચાલકો પણ આજે બંધ રાખ્યો હતો. જેના કારણે ગામડાઓમાંથી શહેરની અવર જવર પણ બંધ હતી. ડેડિયાપાડામાં પ્રથમ દિવસ સંપૂર્ણ બંધ રહ્યો હતો અને આ સ્થાનિકોએ હવે કોરોના ચેન તોડવાનો નિર્ણય સફળ થયો છે.

ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details