ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપલા કિંગ્સના કેપ્ટન તરીકે બીજીવાર વિશાલ પાઠકની વરણી - second term

નર્મદા: વેલીયન્ટ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ ગયા વર્ષે ગ્વાલિયરના રૂપસિંગ સ્ટેડિયમ ખાતે રમાય હતી. જેમાં 5 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગતવર્ષે એક નવી ટીમનો સમાવેશ થયો હતો. આ ટીમ હતી રાજપીપલા કિંગ્સ ટીમના માલિક હતા બોલીવુડના એક્ટર અને આશિકી ફેઈમ રાહુલ રોય કે જે બોલીવુડના મશહૂર એક્ટર છે.

રાજપીપલા કિંગ્સ

By

Published : Apr 22, 2019, 11:28 PM IST

તેઓ પ્રથમ વખત રાજપીપલા કિંગ્સના ટીમના મલિક બન્યા હતા. રાજપીપલાના જ ક્રિકેટર વિશાલ પાઠકને રાજપીપલા કિંગ્સના ઓફિસિયલ કેપ્ટન બનવ્યા હતા. ગ્વાલિયરમાં વીપીએલ સીઝન 3માં રાજપીપલા કિંગ્સની શરૂઆત ખુબ જ નબળી રહી હતી. વીપીએલની પહેલી બે મેચમાં જ રાજપીપલા કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. વેલીયન્ટ ક્રિકેટમાં કેપ્ટન કુલ તરીકે જાણીતા વિશાલ પાઠકે ટીમની પહેલી બંને મેચની હાર બાદ પોતાના ખેલાડીઓને આપેલી ટિપ્સ બાદ રાજપીપલા કિંગ્સે ત્યાબાદ એક પછી એક મેચમાં જીત જ મળી હતી. એ પછી ગલિયરની ટીમ હોય કે અમદાવાદ ફાઈટર હોઈ કે પછી સુરત વોરિયર્સ હોઈ દરેક ટીમ સામે પોતાની સ્પિન બોલિંગના હથિયારથી વિજેતા બનતી જતી હતી. જેમાં રાજપીપલા કિંગ્સના કેપ્ટન વિશાલ પાઠકની સફળ કેપ્ટિનશીપ હેઠળ ટીમને સેમી ફાઇનલ સુધી પહોંચ્યા હતા.

સેમી ફાઈનલ માં ભોપાલ ટાઇટન્સ સામે માત્ર 7 રનથી રાજપીપલા કિંગ્સનો પરાજય થયો હતો. રાજપીપલા કિંગ્સ ટુર્નામેન્ટની બહાર થઈ ગયી હતી. વિશાલ પાઠકની કેપ્ટિનશીપને ધ્યાનમાં રાખીને વીપીએલ સીઝન 4માં પણ રાજપીપલા કિંગ્સ ઓફિસિયલ અને ટીમના મલિક રાહુલ રોય સાથે વાતચીત કરી હતી કે આ વર્ષે પણ રાજપીપલા કિંગ્સના કેપ્ટન તરીકે વિશાલ પાઠક જ ચાલી શકે તેમ છે ત્યારે રાહુલ રોય અને ટિમ ઓફિશ્યલ એ કિંગ્સ ના કેપ્ટન તરીકે વિશાલ પાઠકના નામ પર મોહોર લગાવી છે ને આશા વ્યક્ત કરી છે કે આવનારી વીપીએલ સીઝન 4માં રાજપીપલા કિંગ્સ વિજેતા થશે.

ભોપાલ ટાઇટન્સના ઓનર અને બોલીવુડના મશહૂર સિંગર સ્ટેબીન બેને જણાવ્યું હતું કે ગતવર્ષે ભોપાલ ટાઇટન્સ વીપીએલ સીઝન 3 માં રનર્સઅપ રહી હતી જેમાં કેપ્ટન રીચી શુકલા નો મહત્વ ફાળો છે. ફાયનલ મેચમાં રીચી એ ટીમને જીતાડવા માટે કેપ્ટીન ઇંનિગ રમી હતી પણ ટિમ વિજેતા ના બની પણ હાલ આવનારી વીપીએલ સીઝન 4માં મારી ટિમ સારું પ્રદર્શન કરશે અને વિજેતા બનશે

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વેલીયન્ટ ક્રિકેટ ટિમ ના મેન્ટર ચેતન શર્મા એ રાજપીપલા કિંગ્સ ટિમ ના બીજીવાર કેપ્ટન બનવા બાદલ વિશાલ પાઠકને શુભેચ્છા પાઠવી હતી અનેવીપીએલ સીઝન 4માં રાજપીપલા કિંગ્સ વિજેતા બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વેલીયન્ટ ક્રિકેટર અને સુરત વોરિયર્સન પૂર્વ કેપ્ટન વિપુલ નારીગરા એ પણ વિશાલ પાઠકને રાજપીપલા કિંગ્સના કેપ્ટન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી

ABOUT THE AUTHOR

...view details