ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળામાં પ્રાચીન શેરી ગરબાને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ - Navratri Celebration

નર્મદા: નવરાત્રીમાં માં શક્તિની આરાધના કરવામાં આવે છે. જેમાં ગરબાનું અતિ મહત્વ હોવાને કારણે શેરીએ ગરબા ગાઈ અન્ય મહિલાઓ ઢોલના તાલે એક સરખી એક્શનમાં ગરબા રમે છે. જો કે, હવે આ લુપ્ત થવા લાગ્યા છે, ત્યારે અમેરિકામાં રહેવા છતાં NRIએ શ્રીનાથજી મિરેકલ હવેલી ગ્રુપના માધ્યમથી શેરી ગરબાનો બહોળો પ્રચાર થાય એ હેતુથી તેમણે રાજપીપળામાં વિવિધ શેરીઓમાં ફરીને બહેનોને તૈયાર કરી શેરી ગરબાનું ભવ્ય આયોજન કર્યું હતું.

Narmada

By

Published : Oct 1, 2019, 9:33 PM IST

આજના આધુનિક યુગમાં શેરી ગરબા લુપ્ત થઇ ગયા છે. અસલ શેરી ગરબા આજની પેઢીને યાદ પણ નથી. જેથી આ ગરબામાં કોઈપણ જાતની ફી લીધા વગર બહેનોને ઉત્સાહ મળે એ માટે જેમાં પ્રથમ ઇનામ 10 હજાર, બીજું ઇનામ 7,000 અને ત્રીજું ઇનામ 2500 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ સાથે મહેનત કરતી બહેનોને 500થી વધુનું ઇનામ તમામને પ્રોત્સાહક ઇનામ રાધાકૃષ્ણની બેસ્ટ જોડીને પણ ત્રણ ઇનામ અને થીમ અને અન્ય 11 ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.

રાજપીપળામાં પ્રચીન શેરી ગરબાને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેના નિર્ણાયક માં નવદુર્ગાના આચાર્ય રિનાબેન પંડ્યા, સંગીતબેન ગાંધી, શિવનિબેન મહેતા દ્વારા નિર્ણય કરવમાં આવશે જ્યાંથી શરૂઆત કરવામાં આવતા મહારાજા રઘુવીરસિંહ, મહારાણી રુક્મણી દેવી, સાંસદ મનસુખ વસાવા, નર્મદા સુગર ચેરમેન ઘનસ્યામ પટેલ, અસિત બક્ષી, તેજસ ગાંધી, સહીત કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ કે.પટેલ તથા તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી.

ABOUT THE AUTHOR

...view details