નર્મદા:સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનાગર કેવડીયામાં (Statue of Unity Ektanagar Kevadia)આજથી બે દિવસીય રાષ્ટ્રીય રમતગમત વિભાગની રાષ્ટ્રીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. દેશની પ્રથમ યુવા બાબતો અને રમતગમતની(Khelo India Festival)નેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા દીપપ્રગટ્ય કરી કરવામાં આવ્યો. આ કૉન્ફ્રાન્સમાં દેશના વિવિધ રાજ્યોના ખેલ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ હજાર રહ્યાં હતા.
આ પણ વાંચોઃફુદીનાના ફાયદા: તણાવ અને હતાશામાં લાભદાયક છે
રમતગમત વિભાગની રાષ્ટ્રીય બેઠક -આ બે દિવસીય કોન્ફરન્સમાં સ્પોર્ટ્સ અને( National Sports Department)યુવા બાબતોને લગતા અલગ અલગ વિષયો પર વક્તવ્યો અને પ્રેઝન્ટેશન્સ રજૂ કરવામાં આવશે. તમામ રાજ્યો એક ટેબલ પર બેસીને પોતાના રાજ્યની રમતગમત બાબતોની જરૂરી ચર્ચા કરશે. એટલું જ નહીં નેશનલ ગેમ્સ, યુનિવર્સીટી ગેમ્સ સહિત સ્થાનિક ટ્રાઇબલ ગેમ્સને પણ પ્રોત્સાહન મળે જે બાબતની ચર્ચા કરી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આહવાન કર્યું હતું.
આ પણ વાંચોઃકેવડિયામાં દેશની પ્રથમ સ્પોર્ટ્સ નેશનલ કોન્ફરન્સ યોજાઇ
એકતાનું સૂત્ર સૌને આપ્યું -આ સાથે અનુરાગ ઠાકુરે દેશની ગેમ્સને ઇન્ટર નેશનલ અને વિદેશોમાં પણ પ્રદર્શન કરે જે બાબતની ચર્ચા કરવામાં આવશે. રાજ્યના હર્ષ સંઘવીએ તમામ પ્રધાનોને આવકાર્યા હતા. અને ખેલાડીઓને પ્રોત્સાન અને ઇનમોની વાત કરી દરેક રાજ્યોમાં ખેલાડીઓને આપવામાં આવતા બેનિફિટ અલગ અલગ હોય જેને એક કરીને ચોક્કસ એક નિયમ બને જેથી કોઈને મનદુઃખ ના થાય. આ સાથે હું અલગ રાજ્યો નહીં પણ એક ઇન્ડિયા જોવ છું .નો ચકદે ઇન્ડિયાનો ડાયલોગ મારી એકતાનું સૂત્ર સૌને આપ્યું હતું.