સ્ટેચ્યુ ઓફ યુનિટિની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓને છેતરતા ટુર ઓપરેટર ઝડપાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટિની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓને છેતરતા ટુર ઓપરેટરને કેવડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ટુર ઓપરેટર પાસેથી કોમ્પ્યુટર અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટિ
નર્મદા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે 2 દિવસ પહેલાં જ દિલ્હીના પ્રવાસીઓને ડુપ્લીકેટ ટિકિટ આપવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ટિકિટ અમદાવાદની ટ્રાવેલ્સ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. આ કૌભાંડનો પર્દાફાશ થતાં કેવડીયા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે પોલીસે અમદાવાદના ટ્રાવેલ્સ કર્મચારીની ધરપકડ કરી કોમ્પ્યુટર કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે.