નર્મદાઃ ગુજરાતમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે, ત્યારે આદિવાસીઓએ પોતાના હક્ક અને ન્યાય માટે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વાર ખખડાવ્યાં હતાં. તેમણે રજૂઆતમાં લખ્યું કે, અમારી અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી કોઈ નિર્ણય લાવો, અમને નરેન્દ્ર મોદી પર ભરોષો નથી, એમ કહી વિરોધ પ્રદર્શન કરતા હવે તંત્રને પણ આશ્ચર્યમાં મુકાયું છે. જો કે, આ નિર્ણય સરકાર પાછો ન ખેંચ્યો તો, રાષ્ટ્રવ્યાપી આદિવાસી સંગઠનો પણ લડત ઉપાડશે અને UNO સહિતની સંસ્થાઓમાં લેખિત રજૂઆત કરવામાં આવશે. આ સાથે આદિવાસીઓએ ભારતભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો સ્થાનિક આદિવાસીઓ સતત વિરોધ કરી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને એક વર્ષ પૂર્ણ થયું ગયું હોવા છતાં પણ આજે પોતે આ પ્રોજેકટમાં ગુમાવેલી જમીનો, સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા સહિત અનેક મુદ્દે લડત ચલાવી રહ્યા છે, પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે એમ લાગતું નથી. આ બાબતે અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે અમેરિકન રાષ્ટ્રપ્રમુખને લેખિત રજૂઆત કરી શીતળ રાજપીપળા ગાંધી ચોક ખાતે ધારણાં પ્રદર્શન કર્યા હતાં.