ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં 15 જેટલા સંસ્કૃત ગાઈડની સેવા પ્રવાસીઓને મળશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને બીજા પ્રોજેકટ પર ફરવા જાવ અને ગાઈડ આપને સંસ્કૃતમાં નમો નમ: કહીને આવકાર આપે તો નવાઈ ન પામતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાનાં મન કી બાત કાર્યક્રમમાં આ માહિતી આપીને ગાઇડની પ્રશંસા કરી હતી. વડા પ્રધાને વખાણ કરતાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું.

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સંસ્કૃત ગાઈડની મળશે સેવા
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સંસ્કૃત ગાઈડની મળશે સેવા

By

Published : Mar 4, 2021, 1:29 PM IST

Updated : Mar 4, 2021, 4:30 PM IST

  • હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સંસ્કૃત ગાઈડની મળશે સેવા
  • 15થી વધુ ગાઈડ સહેલાઈથી સંસ્કૃત બોલી શકે છે
  • નરેન્દ્ર મોદીએ આ કાર્યની કરી પ્રશંસા

નર્મદા:સમગ્ર વિશ્વભરમાં ભારતની એકતાનાં પ્રતિક સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તામીલ અને તેલુગુ ભાષાનાં ગાઈડ ઉપલબ્ધ હતા. હવે સંસ્કૃત ભાષામાં પણ ગાઇડની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભાષાની વિવિધતામાં પણ એકતાનાં સુત્રને સાર્થક કરતા અહીંયા અલગ-અલગ રાજ્યમાંથી અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને માહિતી મળી રહે તે માટે ભાષાકીય ગાઇડ ઉપલબ્ધ છે, ત્યારે હવે સંસ્કૃત ભાષાનાં ગાઇડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ઘસારો શરૂ

મન કી બાત પ્રોગ્રામમાં કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં મન કી બાત પ્રોગ્રામમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સંસ્કૃતમાં પણ ગાઇડ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને આ કાર્યના વખાણ કર્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, કેવડીયામાં 15થી વધુ ગાઈડ સહેલાઈથી સંસ્કૃત બોલી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતુ કે, સંસ્કૃત ભારતની પ્રાચિનતમ્ ભાષા છે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 15થી વધુ ગાઇડ સહેલાઈથી સંસ્કૃત બોલી શકે છે. જે માટે તમામને 2 મહિનાની સવિશેષ તાલીમ આપવામાં આવી છે. આ કાર્ય વડા પ્રધાનની પ્રેરણાથી શકય બન્યું છે. આગામી સમયમાં પણ વડાપ્રધાનની પ્રેરણાથી નવા કાર્યો થતા રહેશે.

15થી વધુ ગાઈડ સહેલાઈથી સંસ્કૃત બોલી શકે છે
Last Updated : Mar 4, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details