ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રિસમસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો, અમુક પ્રવાસીઓને ટિકિટ ન મળતા નિરાશ - નાતાલની ઉજવણી

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. 31 ડિસેમ્બર સુધીની વ્યૂહ ગેલેરીની ટિકિટો હાઉસ ફૂલ છે. આ સાથે જ તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

narmada
narmada

By

Published : Dec 25, 2019, 6:16 PM IST

સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત ભારત સહિત વિદેશો નાતાલનો પર્વ ધૂમધામથી ઉજવાય છે. તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે. જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયામાં કરવાનું પસંદ કરે છે. અત્યારે રોજના 25 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે.

ક્રિસમસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો

31 ઓક્ટોબર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટોનું ફુલ બુકિંગ થઇ ગયું છે. હાલ પ્રવાસીઓને માત્ર 150 રૂપિયાની ટિકિટ મળી રહી છે. વ્યૂહ ગેલેરીની ટિકિટો ન મળવાથી પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી છે. ફુલ બુકિંગ થઈ ગયું હોવાથી તંત્ર પણ કંઈ કરી શકે તેમ નથી. જોકો તંત્ર દ્વારા પ્રવાસીઓને તકલીફ ન થાય તે માટે સુરક્ષા અને વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. વધુમાં પ્રવાસીઓ માટે 100 બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

નવા વર્ષની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ટેન્ટસિટીથી લઈને રમાડા સહિતની તમામ હોટેલોની બુકિંગ માટે પ્રવાસીઓ પડાપડી કરી રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને લઈને પોલીસ સુરક્ષા ટ્રાફિક અને પાણીની વ્યવસ્થાની પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details