- એક તરફ રાજ્યમાં શાળા-કોલેજો બંધ, પણ પ્રવાસન સ્થળો ખુલ્લા
- 7 જૂને સાંજે 5 વાગ્યા સુધીમાં 209 પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું
- સરકારની બેધારી નીતિ સામે લોકો અસમંજસમાં મૂકાયા
નર્મદા: દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ( Second Wave of Corona ) મંદ પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) સહિતના તમામ પ્રવાસન સ્થળો અને બાળકોનું ભવિષ્ય તૈયાર કરતી શાળાઓ બંધ રાખી હતી. જોકે, હાલમાં શાળાઓ તો બંધ જ છે, પરંતુ સરકાર દ્વારા 8 જૂનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) અને તેમાં આવેલા અન્ય આકર્ષણો ખુલ્લા મૂક્યાં છે. શાળા-કોલેજો બંધ અને પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકવાની સરકારની આ બેધારી નીતિનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કોરોનાના ડર વચ્ચે લોકો મન હળવુ કરવા પ્રવાસન સ્થળો તરફ જાય છે
ગુજરાતમાં કોરોના અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) ખાતે એક દિવસમાં હજારો પ્રવાસીઓ આવતા હતા. કોરોનાની પ્રથમ લહેર ( First Wave of Corona ) દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) 6 મહિના માટે બંધ રાખવામાં આવ્યું હતું. માહોલ હળવો થયા બાદ ડરના માહોલમાં રહેતા લોકો મન હળવું કરવા માટે Statue of Unity આવતા હતા. જેથી કોરોનાની બીજી લહેર ( Second Wave of Corona ) દરમિયાન તેને ફરી વખત બંધ કરવામાં આવ્યું હતું.