લોકોની માંગને આધારે તત્કાલીન જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ સર્વે કરાવી 45 લાખ રૂપિયાના રોડની મંજૂરી માટે સરકારમાં લાખણ કરી ગ્રાન્ટ માંગી હતી. જોકે તેમની બદલી થઇ જતા આ વાત હાલ અભરાઈ પર ચઢી ગઈ હશે. જેથી ગ્રામજનોએ ફરી માંગ ઉઠાવી વડીયા ગામનો આ રસ્તો પાકો કરવા માગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એ રોડ પર સોસાયટીઓ બનતી હોવાથી જેમના માલ સામાન માટે મોટી ટ્રકો અવરજવર કરે છે. જેને કારણે આ રોડ ખોદાઈ જાય છે, ત્યારે ખાનગી સોસાયટીઓને કારણે ખરાબ રસ્તો હાલ નરેગા હેઠળ ગ્રામપંચાયતે 50 મજદૂર લગાવી સરખો કરાવ્યો, ત્યારે હાલ કાચા રસ્તે પણ અવરજવર થાય તેવો રોડ છે, પરંતુ હાલ લોકોએ પાકો રસ્તાની માંગણી કરી છે. વડીયા ગામનો આ રસ્તો સીટી સર્વેના ચોપડે નથી બોલતો, વડીયા ગામના ખેડૂતો દ્વારા અવરજવર માટે વર્ષો પહેલા ખેડૂતોએ પોતાના ખેતરનો એક હિસ્સો છોડી પગદંડી રસ્તો બનાવ્યો હતો.