આગામી વર્ષમાં પાણીની તંગી રાજ્યમાં નહિ પડે અને રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ સાથે પીવાનું પાણી પૂરતું મળી રહેશે. ગત વર્ષે સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી ગઈ હતી. સપાટી નીચે 110 મીટરથી નીચે ઉતરી જતા પાણીની કટોકટી સર્જાય અને પીવાના પાણી માટે પણ રાજ્યના લોકોએ વલખા મારવા ન પડે એ માટે રાજ્ય સરકારે 15મી માર્ચ પહેલા જ ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું જાહેર કર્યું હતું.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.78 મીટર, ઇન્દિરા સાગર ડેમમાંથી પણ પાણીની આવક શરૂ - Narmada Dam is 137.78 meters
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હજુ પણ 137.78 મીટર પર છે અને ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણીની આવક શરૂ છે. હાલ ડેમમાં 5400 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહીત છે.
ત્યારે આ વર્ષે સારા વરસાદને લઈને નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી અને હવે 137.78 મીટરની સપાટી છે. 5400 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો આખા વર્ષ માટે પૂરતો છે. સાથે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને પણ વીજળી પૂરતા પ્રમાણમાં મળશે. સરદાર સરોવર અને નર્મદા નદી પરના અન્ય ડેમો સારા વરસાદને કારણે ભરાયેલા છે. જેથી નર્મદા બંધના ઉપરવાસ માંથી પાણી આવતું રહેશે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 10 લાખથી 10.50 લાખ હેકટર જમીનમાં સિંચાઈનું આયોજન કરાયું છે. જે કેનાલો દ્વારા આપવામાં આવશે આ સાથે વિજ ઉત્પાદન 14 મિલિયન યુનિટ વીજળીનું પ્રતિદિન ઉત્પાદન થઇ રહ્યું છે. ત્યારે રોજની 3 કરોડની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.