ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વકર્યો તો જવાબદાર કોણ ? રાત્રી કર્ફ્યૂ અને ધુળેટી પર પ્રતિબંધ છતા SOU તો ચાલું જ રહેશે ! - SOU Open In Holi Festival

સોમવાર હોય એટલે મેન્ટનન્સ માટે SOU (statue of unity) સહિતના પ્રોજેક્ટો બંધ હોય, પરંતુ અધિકારીઓએ ધુળેટીના દિવસે સ્ટેય્યૂ ઓફ યુનિટિને ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. 25 હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે તેવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહી છે.

ધુળેટીના દિવસ 29 માર્ચનું 50 ટકા બુકિંગ થઇ ગયું
ધુળેટીના દિવસ 29 માર્ચનું 50 ટકા બુકિંગ થઇ ગયું

By

Published : Mar 24, 2021, 6:50 PM IST

Updated : Mar 25, 2021, 12:34 PM IST

  • ધુળેટીના દિવસ 29 માર્ચનું 50 ટકા બુકિંગ થઇ ગયું
  • પ્રવાસીઓ ધુળેટી મનાવવા SOU પહોંચ્યા
  • તંત્રને 25 હજારથી વધુ પ્રવાસી આવવાની આશા

કેવડિયાઃ પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે ધુળેટીના દિવસે સ્ટેય્યૂ ઓફ યુનિટિ ખુલ્લું રહશે. સોમવાર હોય એટલે મેન્ટનન્સ માટે SOU (statue of unity) સહિતના પ્રોજેક્ટો બંધ હોય, પરંતુ અધિકારીઓએ ધુળેટીના દિવસે સ્ટેય્યૂ ઓફ યુનિટિને ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. 25 હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે તેવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહી છે. કેવડિયામાં આવેલી હોટેલ ટેન્ટ સિટી સહીત બધું બુક થવા લાગ્યું છે. અત્યાર સુધી ધુળેટીના દિવસ 29 માર્ચનું 50 ટકા બુકિંગ થઇ ગયું હોવાની માહિતી મળી રહી છે, 5,500 વ્યૂહ ગેલેરી રોજ બુક થઇ જાય છે. 10 જેટલી અન્ય ટિકિટો આવે છે એટલે એમ કહી શકાય કે અન્ય શહેરોમાંથી 15 હજાર જેટલા પ્રવાસીઓ કેવડિયામાં આવે છે. હોળીના દિવસે SOU ખુલ્લું રાખી કોરાનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ધુળેટીના તહેવાર પર રહેશે ખુલ્લું

કેવડિયામાં 10 વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે

કેવડિયામાં 10 વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે જોકે અહીં અત્યારથી જ પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેમના રાજ્ય અને જિલ્લામાં સરકાર દ્વારા ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાગવ્યો છે માટે અમે SOU પર હોળી અને ધુળેટી મનાવીશું.

છેલ્લા અધિકારીક આંકડાઓ મુજબ રાજ્યમાં આટલા લોકો છે સંક્રમિત

રાજ્યમા કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે બુધવારે 1,790 કેસ રાજ્યમાં નવા નોંધાયા હતા જેમાં આઠ લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એક સમયે 300 જેટલા કેસ આવતા રાજ્યના કોરોના કેસ આ પ્રકારની પરિસ્થિતિ રહી તો 2,000ના આંકને પણ વટાવે તો નવાઈ નહીં. નવા કેસમાં અમદાવાદ 506, સુરતમાં 480 જેટલા કેસ છે, વડોદરામાં 145, રાજકોટમાં 130 એમ શહેરના દરેક જિલ્લામાં આ કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ હોળીના તહેવારમાં કલરથી રમવા પર પ્રતિબંધ: નીતિન પટેલ

કોરોનાના લક્ષણોનો નવો સ્ટ્રેન સામે આવ્યો

કોરોનાના લક્ષણો નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાનો યુકે અને આફ્રિકાના સ્ટ્રેનના કેસ મળ્યા બાદ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જોવા મળતા હતા. પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી પરંતુ હાથની આંગળીઓ અને પગના ટેરવાને ફિક્કા પડી જવા ખંજવાળ આવવી જેવા લક્ષણો સુરત શહેરમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવદમાં ફેમિલીના તમામ સભ્યોને કોરોના થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

તંત્રની બેવડી નીતિ શા માટે ?

જ્યારે કોરોના વકરે ત્યારે પ્રજા પર દંડ ફટકારે, નિયમો લાદે, ત્યારે તંત્રની બેવડી નીતિ જોવા મળી રહી છે. શહેરોમાં કોરોના વકરી રહ્યો છે અને રાત્રી કર્ફ્યુ લગાડ્યું છે અને આગામી હોળી ધુળેટીના તહેવાર ઘરમાં રહીને ઉજવવા માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકાર કહે છે કામ સિવાય કોઈએ પોતાના ઘરની બહાર જાહેરમાં નીકળવું નહિ. આ નિયમો ફક્ત જનતા માટે જ છે. ત્યારે SOU ધુળેટીના દિવસે સોમવાર ચાલું રખાયું છે. સામાન્ય દિવસોમાં સોમવારે મેન્ટેન્સ માટે SOU સહિતના પ્રોજેક્ટો બંધ કરવામાં આવે છે, પરંતુ તેને ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે. જે કેટલા અંશે યોગ્ય ગણાય ?.

Last Updated : Mar 25, 2021, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details