આગામી જન્માષ્ટમીની રજામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાની વાતને સ્ટેચ્યુ ઓએફ યુનિટી ખાતે પ્રવાસીઓનું પાર્કિંગ અને ટિકિટ બારી પણ વધારવામાં આવશે. જેની તૈયારી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નિગમ અને સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ પ્લાનિંગ કરી રહી છે. હાલ છેલ્લા 10 દિવસમાં 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે.
જન્માષ્ટમીની રજાઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો - નર્મદા ડેમ
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષા ઋતુની મોસમમાં નર્મદા ડેમ સૌ પ્રથમવાર 133.32 મીટરની ઐતિહાસિક સપાટી પહોંચ્યો છે. જેને લઇને સવારે 10 દરવાજા ખોલવામાં આવતા ડેમ ઓવરફ્લો થયો હતો. આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
પ્રવાસીઓ વધુ આવતા 11 વાગ્યાના સમયે જ ટિકિટ બારી પર પ્રવાસીઓ વધી જતાં કેટલાક પ્રવાસીઓને ટિકિટ ન મળતા સ્ટેચ્યુ જોયા વગર પરત ફરવું પડે છે. જેને લઈ નર્મદા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના CEO દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે એક્સ્ટ્રા ટિકિટ બારી અને બસ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે હવે સ્ટેચ્યુ અને નર્મદા ડેમ જોવા આવતા પ્રવાસીઓને નિરાશ થવું નહિ પડે. આ સાથે જ સરદાર સરોવરનો નર્મદા ડેમ પ્રથમવાર ઐતિહાસિક સપાટીએ પહોંચતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેના દ્રશ્યો જોવા આવ્યાં હતા.