ટાઈમ મેગેઝીનની વર્ષ 2019ની યાદીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીને અગ્રીમ સ્થાન આપવામા આવ્યું હતું. નિર્માણ થયાના ટૂંકા ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિશ્વભરના પ્રવાસીઓ માટે ફરવા માત્ર શ્રેષ્ઠ વિકલ્પ બન્યુ છે. હાલ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યૂનિટીને વિશ્વની 8મી અજાયબીમાં સામેલ કર્યું છે. જે વાસ્તવમાં ગુજરાત માટે ગર્વની બાબત છે. હવે ચીનની દીવાલ, જોર્ડનનું પેટ્રા, રોમ-ઇટલીનું કોલેઝિયમ(મોટો અખાડો), મેક્સિકોનું શહેર ચિચેનઇટઝા, પેરુનું માચુપીચુ, ભારતનો તાજમહેલ તથા બ્રાઝિલનું ક્રાઇસ ઓફ રિડીમર(રિયો ડી જાનેરીઓની પ્રતિમા) બાદ દેશની 8મી અજાયબી તરીકે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું પણ નામ લેવાશે.
વિશ્વની 8મી અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી સામેલ, પ્રવાસીઓની સંખ્યા થશે વધારો - narmada news
નર્મદાઃ વડાપ્રધાન મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ દેશ વિદેશના પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટીએ પ્રવાસીઓની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ છોડ્યું છે. વિશ્વનાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ ઓફ યૂનિટીને 100 શ્રેષ્ઠ જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરતા ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે.
![વિશ્વની 8મી અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી સામેલ, પ્રવાસીઓની સંખ્યા થશે વધારો r](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5754521-thumbnail-3x2-nn.jpg)
e
વિશ્વની 8મી અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી સામેલ
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિશ્વની 8 અજાયબીઓમાં ભારતની 2 અજાયબીઓ છે. આ બાબતની જાણકારી ભારત સરકારના વિદેશપ્રધાન એસ.જયશંકરે પોતાના ટ્વિટર પરથી આપી હતી. એમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8 અજાયબીઓમાં સામેલ કરતા પ્રવાસન ઉદ્યોગને ફાયદો થશે. સાંઘાઇ કોઓપરેશન સભ્ય દેશોમાં પ્રચાર કરશે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં પહેલા કરતાં પણ વધારે વધારો થશે.