નર્મદાઃ જિલ્લામાં ત્રણ દિવસીય ઇન્ડિયાઝ ફાઉન્ડેશન દ્વારા કોન્કલેવ ચાલી રહી છે. જેમાં આજે દેશના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ હાજર રહ્યાં છે. જ્યાં BJP મહામંત્રી રામ માધવે તેમનું સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમ બાદ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે દિલ્હી હિંસા વિશે વાત કરતાં જણાવ્યુ હતું કે, "ધમાલ ગમે ત્યાં થાય એ ખોટું જ છે. આ બધાએ સાથે મળીને શાંતિથી કામ લેવું જોઈએ. ધમાલમાં ઉત્તેજના ન ફેલાવી જોઈએ.
કેવડિયાની કોન્કલેવમાં રવિશંકર પ્રસાદ બોલ્યાં- કોગ્રેસ વોટબેન્કની રાજનીતિ કરી રહ્યું છે - India's Foundation IN THE Narmada
નર્મદા જિલ્લામાં ત્રણ દિવસીય ઇન્ડિયાઝ ફાઉન્ડેશન દ્વારા કોન્કલેવ ચાલી રહી છે. જેમાં આજે દેશના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ હાજર રહ્યા છે. જ્યાં BJP મહામંત્રી રામ માધવે તેમનું સ્વાગત કર્યુ હતું. આ કોન્કલેવમાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોગ્રેસ માત્ર વોટબેન્કની રાજનીતિ કરી રહ્યું છે.
![કેવડિયાની કોન્કલેવમાં રવિશંકર પ્રસાદ બોલ્યાં- કોગ્રેસ વોટબેન્કની રાજનીતિ કરી રહ્યું છે narmada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6245018-thumbnail-3x2-nmr.jpg)
narmada
કેવડિયા ખાતે દિવસીય ઇન્ડિયાઝ ફાઉન્ડેશન દ્વારા કોન્કલેવ યોજાઈ
કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે ઇન્દિરા ગાંધીએ યુગાન્ડાના ગુજરાતીઓને નાગરિકતા આપી, જ્યારે મનમોહનસિંહ એ અડવાણીને પત્ર લખ્યો કે, યુપીએ સરકારના ગૃહ પ્રધાન નાગરિકતા મળવી જોઈએ, ત્યારે આ સવાલ શું કામ ઉત્પન્ન થાય છે. એની પાછળ કયો રાજધર્મ છે આ વોટ બેન્કની રાજનીતિ છે."