સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના થઇ ગયા છે. આ 6 મહિનામાં એટલે કે 31 એપ્રિલ સુધીમાં 13,73,523 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6 મહિનામાં ₹ 34,48,53,853ની અધધધ આવક થઇ છે. જો મહિના પ્રમાણે પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો ગત 1 નવેમ્બર 2018થી આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખૂલ્લું મુકાયું હતું. નવેમ્બર -2018માં 3,78,562 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા અને આવક 6,47,63,443 ₹ થઇ હતી. જ્યારે ડિસેમ્બર 2018માં 2,50,113 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેની આવક 5,70,41,060 ₹ થઇ હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને 6 મહિના પૂર્ણ: 6 મહિનામાં ₹ 34,48,53,853ની અધધધ આવક
નર્મદા: 31 ઓકટોબર 2018ના રોજ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા રોજ 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં 14 લાખ પ્રવાસીઓએ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે.
જાન્યુઆરી 2019માં 2,83,298 પ્રવાસી આવ્યા હતા અને આવક 7,00,42,020 ₹ થઇ હતી . ફેબ્રુઆરી 2019માં 2,10,600 પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આવક 5,60,87,710 ₹ થઇ હતી. માર્ચ 2019માં 2,02,312 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા અને આવક 5,22,56,580 ₹ થઇ હતી. જ્યારે એપ્રિલમાં 4,44,522 પ્રવાસીઓ આવ્યા અને આવક 7,9941,06 ₹ થઇ હતી. વેકેશનનો સમય હોવાથી રોજના 10થી 12 હજાર પ્રવાસો સ્ટેટ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ રહ્યા છે, આ સ્ટેટ્યૂને નિહાળી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીની આસપાસ રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ આ વખતે ગરમીએ માઝા મુકી છે. પરંતુ આ ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે, અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અશક્ત અને ચાલી ન શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત તમામ જગ્યા એ શેડ પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહી આહલાદાયક વાતાવરણનો અનુભવ કરે છે અને આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ગુજરાતમાં નહિં પણ કોઈ વિદેશી પર્યટક સ્થળ હોય તેવો અનુભવ કરે છે.