ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય આદિજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત - સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા:કેવડિયા કોલોની ખાતે કેન્દ્રીય આદિજાતિ આયોગની ટીમે મુલાકાત લીધી હતી.આદિજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈ, સભ્ય હર્ષદભાઇ વસાવા સહિતના મહાનુભાવો કેવડિયા કોલોની ખાતે આવ્યા હતા. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની મુલાકાત લીધી હતી.જેની સાથે જિલ્લા કલેકટર આઈ. કે. પટેલ, ડો. જીન્સી વિલિયમ્સ સહિતના અધિકારીઓ સાથે હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન નંદ કુમાર સાંઈ એ પ્રતિમા નિહાળી કારીગરી અને વિચારધારાની વાત કરી ઐતિહાસિક સ્થળની વિશેષતા અને સરદાર વલ્લભભાઈ પટેલની જીવન ગાથા વર્ણવી હતી.

સોનભદ્ર ઘટના માં સરકાર સાથે સમાજની પણ જવાબદારી છે. આવી માનસિકતાના રાખો એ બદલો: નંદકુમાર સાંઈ,etvbharat

By

Published : Aug 3, 2019, 5:38 AM IST

કેવડીયા કોલોની સરકીટ હાઉસ ખાતે અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં ટ્રાઇબલ મ્યુઝિયમ અને ટ્રાઇબલ યુનિવર્સિટી અંગે ચાલતી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.આદિવસી બાળકોના શિક્ષણ રોજગાર આરોગ્ય માટેની ગંભીર ચર્ચા કરી વહીવટીલ તંત્રને તાકીદ કરી હતી કે, આદિવાસીના વિકાસમાં કોઈ કચાસ આવી જોઈએ નહીં.

આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ સોનભદ્ર આદિવાસી હત્યા કાંડ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું,Etv bharat

આ બાબતે આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ જણાવ્યું હતું કે, દેશના આદિવાસી સમાજનો વિકાસ જરૂરી છે. અત્યાર સુધી રૂંધાતો આવ્યો છે. હવે વિકાસ થઇ રહ્યો છે. આ સાથે જ યુ.પીના સોનભદ્ર આદિવાસી હત્યા કાંડ મામલે તેમણે દુઃખ વ્યક્ત કરી કહ્યું, સમાજમાં આવી વિકૃતિ વધી રહી છે, જેનું દુઃખ છે. સરકાર સાથે સમાજની પણ જવાબદારી છે. દેશમાં હાલ લોકોની માનસીકતાની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. જેને બદલવી જરૂરી છે. તેમણે સરદાર પટેલની પ્રતિમા સામે સતસત નમન કરી ભગવાનને પ્રાર્થના કરી ભાવુક બન્યા હતા.તેમણે ખરાબ માનસિકતા ધરાવતા લોકોને સતબુદ્ધિ આપો કહી આ ઘટનાને ખુબ દુઃખદ ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details