- તેજસ્વી સૂર્યાનો ગુજરાત પ્રવાસ
- બેગલુરુના સાંસદે સ્ટેચ્યુ ઑફ યુનિટીની લીધી મુલાકાત
- સરદાર પટેલના કર્યા વખાણ
કેવડિયા: બેગલુરુના સાંસદ અને ભાજપના મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ આજે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લીધી હતી. તિલકવાળા તાલુકાના સુરવા ગામ ખાતેથી એકતા દ્વાર કેવડિયા સુધી નર્મદા જિલ્લા યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. જે તેઓ બાદમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી નિહાળવા માટે પહોંચ્યા હતા.
તેજસ્વી સૂર્યાએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દેશને એક કરવામાં સરદારનો સિંહ ફાળો
સ્ટેચ્યુ ઑફ યુનિટી જોઈને તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે સરદાર પટેલનો ભારતને એક કરવામાં સિંહફાળો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ અને તે સમયના જે પણ સ્વતંત્રતા સેનાની હતા તેમનું એક મેમોરિયલ કેવડિયામાં બનાવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીને કારણે કેવડિયામાં હજારો પ્રવાસીઓ આવે છે. જેને કારણે અહીંના આજુબાજુના વિસ્તારોમાં પણ રોજગારી વધી છે. દેશમાં જે પણ ચૂંટણીઓ થાય છે જેમાં યુવા મોર્ચાની મહત્વની ભૂમિકા હોય છે. લોકસભાની ચૂંટણી હોઈ કે વિધાનસભાની ચૂંટણી હોઈ યુવા મોર્ચા મહત્વની ભૂમિકામાં હોય છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતની ચૂંટણીમાં પણ યુવાનોનો મહત્વનો ભાગ રહ્યો છે.