રાજપૂત સમાજ દ્વારા મા હરસિધ્ધિની તલવાર બાઝી દ્વારા આરતી નર્મદા:નવરાત્રી એટલે મા શક્તિની આરાધનાનું પર્વ. નવરાત્રીમાં દરેક ભક્તો માની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા 423 વર્ષ જૂના પૌરાણિક મા હરસિધ્ધિ મંદિરે ભક્તો અનોખી રીતે માની પૂજા અર્ચના કરે છે. હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે. આજે રાજપૂત સમાજ દ્વારા મા હરસિધ્ધિની તલવાર બાઝી દ્વારા આરતી કરવામાં આવી હતી.
રાજપૂતોની કુળદેવી ગણાતી મા હરસિધ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે અને બીજું નર્મદાના રાજપીપળામાં. મા હરસિદ્ધિની આરતી અનોખી રીતે થાય તે આશયથી અહીના 175 જેટલા યુવાનો છેલ્લા 9 વર્ષથી પ્રયત્નશીલ છે અને રાજપુતોના શૌર્યસમી તલવાર બાઝીથી આરતી કરી લોકોમાં આકર્ષણ જમાવે છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડે છે.
તલવારના અદ્ભૂત કરતબો દ્વારા માની આરતી 175 જેટલા યુવાનોએ કર્યા કરતબ: માતાજીની આરતી અનોખી રીતે તલવાર બાઝીથી થાય તે માટે 10 વર્ષના બાળક થી લઈને 40 વર્ષના યુવાનો એકી સાથે આરતીની ધૂનમાં તલવાર બાઝી કરી ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું. સતત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 175 જેટલા યુવાનોએ સતત તલવાર બાઝી કરી માતાજીની અનોખી આરાધના કરી હતી. જોકે તલવાર એ રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે પરંતુ આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તે આશયથી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર આરતી કરી હતી.
તલવાર મહાઆરતીની વિશેષતા:આ વર્ષે માત્ર નર્મદા જ નહિ પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ તલવાર આરતીમાં ભાગ લીધો હતો. જોકે આ તલવાર આરતીમાં જે તલવાર દ્વારા કરતબ કરવામાં આવે છે, જેને જોતા એકવાર તો એવું લાગે કે જો સહજ નજર ચૂક થાય તો મોટી ઘટના ઘટી શકે પરંતુ આજે 10 વર્ષ થયાં અને આજદિન સુધી કોઈને ઇજા પણ થઈ નથી.
- Navratri 2023: હિંગળાચાચર ચોક ખાતે યુવતીઓનો તલવાર રાસ જોઈ શ્રદ્ધાળુઓ બન્યા મંત્રમુગ્ધ
- Navratri 2023 : વાપીમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી, નાણાપ્રધાને વિવિધ સ્થળોએ મુલાકાત કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા