નર્મદા -એકતાનગર કેવડિયામાં ત્રણ દિવસની આરોગ્ય વિભાગની કોન્ફરન્સનો (14th Conference of Central Council of Health & Family Welfare )આજથી શુભારંભ થયો છે. આ કોન્ફરન્સમાં (Swasthya Chintan Shibir at Kevadia ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેવડિયા હેલીપેડથી સીધા ટેન્ટ સિટી 2માં પહોંચ્યાં હતાં. આ ટેન્ટ સિટી ખાતે ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ(Union Health Minister Mansukh Mandvia) જણાવ્યું હતું કે દેશમાં કોવીડ મેનેજમેન્ટ અને વેક્સીનેશન જે રીતે થયું છે તેનો અન્ય દેશો અભ્યાસ કરી રહ્યા છે.આપણે ક્યારેય ટોકનમાં નથી વિચારવાનું ટોટલમાં વિચારવાનું છે. દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે દેશ ક્યાં હશે, આરોગ્ય ક્ષેત્ર કેવું હશે, આપણે શું બદલવાનું છે? તે બધાં રાજ્યોએ ભેગા મળી નક્કી કરવાનું છે.
અન્ય દેશો અહી આવીને તેનાં પર અભ્યાસ કરી રહ્યા છે- માંડવીયાએ (Union Health Minister Mansukh Mandvia)વધુમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં દેશમાં કોરોના ન ફેલાય તે માટે પીએમ મોદીએ રાજ્યોનાં સીએમ સાથે મિટિંગ કરી હતી. અમે નિયમિત રીતે સાપ્તાહિક રિપોર્ટ રાજ્યો પાસેથી મેળવીએ છીએ. અમે જીનોમ સિકવન્સિંગ પર ભાર આપી રહ્યા છીએ. તેનાથી દેશનાં કયા ખૂણામાં કયો વેરિયન્ટ એક્ટિવ છે તેનો ખ્યાલ આવે છે અને તેને કંટ્રોલ કરીએ છીએ.