રાજપીપળાની GSL પબ્લિક સ્કૂલની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નોંધણી રદ કરતો હુકમ રાજ્ય શિક્ષણ શાખા તરફથી નર્મદા જિલ્લા શિક્ષણઅધિકારીએ લેખિતમાં હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. જૂન 2019ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ આ હુકમ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ દ્વિધામાં મુકાયા છે. જયારે અગત્યની બાબત તો એ છે કે શાળાની નોંધણી રદ થતા આ શાળાના શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવાયેલ ઈન્ડેક્સ નંબર પણ રદ થઈ ગયો છે. હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવામાં મુશ્કેલી થશે. શાળા અપીલમાં જઈ અને સ્ટે લઇ આવશે તો બોર્ડના વિદ્યાર્થીઓએ બીજી સ્કૂલમાં જઈ પરીક્ષા આપવી પડશે જે બાબતને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
નર્મદા જિલ્લા શિક્ષણઅધિકારીએ ગુજરાત સ્પિનર્સ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા GSL પબ્લિક સ્કૂલના આચાર્યને સંબોધીને બીજો એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે શાળાની નોન ગ્રાંન્ટેબલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નોંધણી રદ્દ કરી છે. તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની રાજપીપળા વડિયા ગામની માય સેનેન સ્કૂલમાં તાત્કાલિક અસરથી દાખલ કરી એનો રેકોર્ડ આપવા જણાવ્યું છે. નોંધણી રદ્દ થયા બાદ પણ જો અમાન્ય શાળા ચાલુ રખાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજપીપળામાં શાળાની માન્યતા રદ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
નર્મદા: જિલ્લા શિક્ષણઅધિકારીએ GSL સ્કૂલના બાળકોને રાજપીપળાના વડીયાની માય સેનેન સ્કૂલમાં સમાવેશ કરવા આદેશ કર્યો છે. શિક્ષણ નિરીક્ષકને શાળાના બાળકોને અન્ય શાળામાં સમાવેશ કરવા અધિકૃત કર્યા છે.
જ્યારે બીજી બાજુ નર્મદા જિલ્લા શિક્ષણઅધિકારીએ GSL સ્કૂલના વિદ્યાર્થીઓને માય સેનેન શાળામાં સમાવેશ કરવા અને અમાન્ય શાળા જો ચાલુ હશે તો તેમની વિરુદ્ધ FIR કરવા શિક્ષણ નિયામક ડી.બી.વસાવાને અધિકૃત કર્યા છે. સાથે એમ પણ જણાવ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ જો તે સિવાય અન્ય શાળામા પ્રવેશ લેવા માંગતા હોય તો સંકલનમાં રહી યોગ્ય કાર્યવાહી પણ કરાશે. વિદ્યાર્થી ઈચ્છે એ શાળામાં જઈ શકશેની પણ વાત કરી છે.
આ બાબતે શાળા સંચાલકો કંઈ પણ કહેવા તૈયાર નથી. પરંતુ, તેઓ સરકારના આ નિર્ણયને પડકારી અપીલમાં ગયા છે ની વાત કરે છે. બાળકોના હિતને ધ્યાને લઈને અપીલમાં સ્ટે મળશે તો પણ જો અધવચ્ચેથી બીજા સત્રમાં ફરી આવવાને લઇને પણ વાલીઓ હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે.