સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત ભારત ભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામ થી ઉજવાય છે ત્યારે તહેવાર નો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ સીટી સહીત નું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા છે.
વર્ષના છેલ્લા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા - સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદાઃ જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ પર ઉજવવા માટે આજે ટેન્ટ સીટીથી માંડી તમામ હોટલો પણ હાઉસ ફૂલ થઈ ગઈ છે, અને હોટેલ સંચાલકો દ્વારા પ્રવાસીને નવવર્ષની ઉજવણી યાદગાર બની રહે તે માટે ખાસ આયોજન કરી રહ્યા છે.
જો કે હાલ નર્મદા જિલ્લા માં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સીટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડી જે પાર્ટી આદિવાસી કર્ચર જમવાનું મેનુ સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા આપવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, હાલ હોટલો અને ટેન્ટ સીટીમાં રાત્રી સમય દરમ્યાન પ્રવાસીઓ માટે આદિવાસી કર્ચરથી માંડી ડી જેના સેટ ઉભા કરી પ્રવાસીઓ 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષના વધામણાં કરી પોતાનો સ્ટેચ્યુ ઓફ યુનિતિનું પ્રવાસ યાદગાર બનાવશે.