- શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશનમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનો સમાવેશ
- દિવસમાં 3 લગ્ન કરી શકાય તેવી વ્યવસ્થા
- 100 લોકો માટેનું સ્પેશિયલ પેકેજ જેની કિંમત 4,59,000 રૂ છે
નર્મદા: Condé Nast Traveller આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે Statue of Unity Tent City 1નો સમાવેશ થયો છે. જે ગુજરાત માટે એક ખુશીના સમાચાર છે. મસૂરી, રાજસ્થાનના રાજાશાહી પેલેસ, કોચી અને ભારતના અલગ અલગ પર્યટન સ્થળ પર આવેલ શાનદાર પેલેસ બાદ હવે નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી ટેન્ટ સિટી -1નો પણ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સમાવેશ કરવામાં આવતા ગુજરાત માટે ગર્વની વાત છે.
નવું કરવાના વિચાર સાથે તૈયાર થયું હતું વેડિંગ પેકેજ
કોરોનાના કેસ વધતા ગત વર્ષે બધા જ પ્રવાસન સ્થળો બંધ હતા ત્યારે તંત્રએ વિચાર્યુ કે શું નવી કરી શકાય જેથી સ્ટાફથી સાથે અન્ય ખર્ચાઓ કાઢી શકાય. આથી કોવિડ 19ની ગાઈડ લાઈને ફોલોવ કરીને વેડિંગ પેકેજ તૈયાર કરવામાં આવ્યું હતું જેને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.