ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવા બાબતે શિક્ષણપ્રધાનનું નિવેદન - કોર કમિટીની બેઠકમાં નિર્ણય

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ( Bhupendrasinh Chudasama )ની ઉપસ્થિતિમાં “શહેરી જનસુખાકારી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી કોર કમિટીની બેઠકમાં યોગ્ય નિર્ણય લેવામાં આવી શકે છે.

પ્રાથમિક શાળાઓ શરૂ થવા બાબતે શિક્ષણપ્રધાનનું નિવેદન
પ્રાથમિક શાળાઓ શરૂ થવા બાબતે શિક્ષણપ્રધાનનું નિવેદન

By

Published : Aug 8, 2021, 5:50 PM IST

  • રાજપીપળા ખાતે શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી
  • આગામી કોર કમિટીની બેઠક લેવાઈ શકે છે નિર્ણય
  • પ્રાથમિક શાળા શરૂ કરવી મોટો ચિંતાનો વિષય : શિક્ષણપ્રધાન

નર્મદા : રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં “શહેરી જનસુખાકારી દિવસ” નિમિતે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યમાં વિવિધ ભરતીઓ કરવા બાબતે પ્રધાન ભુપેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, યોગ્ય સમયે નિર્ણય કરતાં રહીએ છીએ અને રાજ્ય સરકાર જરૂરીયાત મુજબ તબક્કાવાર ભરતી પ્રક્રીયા કરે છે.

આ પણ વાંચો:આજે ‘પાંચ વર્ષ જનસુખાકારીના’, 'શહેરી જન સુખાકારી દિન’ તરીકે કરાશે ઉજવણી

પ્રાથમિક સ્કૂલ શરૂ કરવી ચિંતાનો વિષય

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, બે મહિના પહેલા જ ઉચ્ચતર માધ્યમિકમાં પારદર્શકતા મુજબ ઓનલાઇન અરજી દ્વારા જે ઉમેદવાર મેરીટમાં આવ્યા છે તેવા 1938 ઓર્ડર આપ્યા છે. રોજગારી દિવસે 2736 ઉમેદવારોને બીજા ઓર્ડર પણ આપ્યા છે. આ ક્રમ અનુસાર ભરતી થતી રહશે. રાજ્યમાં પ્રાથમિક સ્કૂલ શરૂ થવા બાબતે પુછવામાં આવતા શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, આ મોટો ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો:‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

યોગ્ય સમયે નિર્ણય કરતાં રહીયે છીએ : શિક્ષણપ્રધાન

બાળકોના સ્વસ્થ્યની ચિંતા છે, કોરોના બાદ પહેલા કોલેજ ત્યારબાદ ક્રમ અનુસાર 12 પછી 9,10 અને 11ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે. હવે પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા બાબતે આગામી 2 કે 3 દિવસમાં કોર કમિટીની બેઠક મળશે, જેમાં કોર કમિટી દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. રાજ્યમાં શાળાઓ દ્વારા ફી વધારાને લઈને જણાવ્યું હતું કે, યોગ્ય સમયે નિર્ણય કરતાં રહીયે છીએ.

ABOUT THE AUTHOR

...view details