રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ખેડૂતોને આપવામાં આવતી વીજળી પર પ્રતિક્રિયા આપી હતી કે, જે ખેડૂતોને ખેતી માટે વીજળી આઠ કલાક આપવામાં આવે છે. જે નિયમિત આપવામાં આવે છે. તેમાં ખેડૂતો ખુશ છે.
કેવડિયામાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે ખેડૂતોને આપવામાં આવતી વીજળી પર આપી પ્રતિક્રિયા - નર્મદા ન્યૂઝ
નર્મદા : રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. જેમની સાથે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ પણ આવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે ખેડૂતોને રાત્રી દરમિયાન વીજળી આપવામાં આવે છે, ત્યારે ખેડૂતોને રાત્રી સમયે જંગલી પ્રાણીઓના ડર લાગવાને કારણે ખેડૂતોએ દિવસે વીજળી આપે તેવી માગ કરી છે. જે બાબતે ઉર્જા પ્રધાને સવાલનો જવાબ સમય પર આ બાબતે નિર્ણય લઈશુની વાત કરી આપી અને ચાલતી પકડી હતી.