ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળામાં મંગળવારથી 3 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન, પાલિકાએ શહેરને સેનિટાઇઝ કર્યુ - spontaneous lockdown

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં આજે મંગળવારથી ત્રણ દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યારે નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતુો. કોરોના મહામારીમાં માસ્ક, સેનિટાઈઝ અને રસીકરણ અગત્યનું છે. જેથી નગરપાલિકાના પ્રમુખની આગેવાનીમાં રાજપીપળાના દરેક વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. રાજપીપળા વિસ્તારને ત્રણ દિવસ સુધી બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજપીપળામાં મંગળવારથી 3 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન
રાજપીપળામાં મંગળવારથી 3 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન

By

Published : Apr 13, 2021, 3:54 PM IST

Updated : Apr 13, 2021, 6:04 PM IST

  • રાજપીપળા વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન
  • વેપારી મંડળ અને તંત્રએ બેઠક કરી લોકડાઉનનો કર્યો નિર્ણય
  • નગરપાલિકાએ સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કર્યુ

નર્મદાઃ જિલ્લાના અંતરિયાળ ગણાતા ડેડીયાપાડા અને સાગબારા બાદ હવે રાજપીપળા શહેરમાં પણ આજે મંગળવારથી ત્રણ દિવસનું સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારી મંડળ અને તંત્રએ બેઠક કરી આ લોકડાઉનનો નિર્ણય લીધો હતો. ત્યારે નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીમાં માસ્ક, સેનિટાઈઝર અને રસીકરણ અગત્યનું છે. જેથી નગરપાલિકાના પ્રમુખની આગેવાનીમાં રાજપીપળાના દરેક વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે.

રાજપીપળામાં મંગળવારથી 3 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન

આ પણ વાંચોઃ કોરોનાને કારણે પાટણમાં રવિવારે બજારો સ્વયંભૂ બંધ રહ્યા

તમામ દુકાનો સહીત લારી અને ગલ્લા પણ બંધ રાખવામાં આવ્યા

આજે મંગળવારથી રાજપીપળાની તમામ દુકાનો સહિત લારી અને ગલ્લા પણ બંધ રાખવામાં આવ્યા હતા. જોકે, જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન ખુલ્લી રખાઈ હતી અને બજારમાં લોકોની અવર જવર પણ ચાલુ હતી.

આ પણ વાંચોઃ સાયન્સ સીટી ખાતે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું

Last Updated : Apr 13, 2021, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details