ગુજરાત

gujarat

By

Published : Jun 23, 2019, 5:28 PM IST

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલરી પર જવા અફરાતફરી, રજાઓમાં લોકોની ભીડમાં થયો વધારો

​​​​​​​નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિવારના રોજ વ્યુઇંગ ગેલરી પર જવા અફરાતફરી થઈ ગઈ હતી. પ્રવાસીઓની ભીડ દ્વારા હોબાળો મચાવતા ખાનગી સિક્યુરિટી કર્મચારીઓને માર મારવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે રવિવારે પ્રવાસીઓની ભીડ વધતા તંત્ર હરકતમાં આવી ગયું અને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

Narmada

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવાર-રવિવારની રજાઓમાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. શનિવારે 9,800 પ્રવાસીઓ આવ્યા હતાં, જ્યારે રવિવારે 15000 પ્રવાસીઓ આવ્યા હતાં. જેમને કોઈ તકલીફ ન પડે અને શનિવારની જેમ કોઈ હોબાળો ન થાય એવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ. કે.પટેલે જાતે સ્ટાફ સાથે મુલાકત કરી પોલીસ અને અન્ય સ્ટાફ વધારી ટિકિટના સ્લોટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યા હતાં. લિફ્ટમાં જતા પ્રવાસીઓને મોટી લાઈનમાં ઉભું ન રહેવુ પડે તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલરી પર જવા અફરાતફરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારની રજા હોવાને કારણે 15000થી વધુ પ્રવાસીઓની હાજરી છતાં કોઈ બનાવ બન્યો નહીં. શિસ્તબદ્ધ પ્રવાસીઓએ મજા માણીને હતી અને મોટી લાઈનો પણ સામનો કરવો પડ્યો ન હતો. આ ઘટનાને લઈને જો વ્યવસ્થા સારી કરી દેવાઈ છે. આવી વ્યવસ્થા કાયમી માટે રહે એવી માંગ પ્રવાસીઓએ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વધુ પડતી ઉતાવળ અને ધક્કા મૂકીથી વાતાવરણ બગડે છે. શનિવારે જે ઘટના બની જેના કારણે કલાકો સુધી રાહ જોવાથી એક સિનિયર સીટીઝન ગ્રુપને પાછળથી એન્ટ્રી આપવામાં આવી હતી. જેથી કલાકોથી વ્યૂહ ગેલેરીમાં જવાની રાહ જોતા પ્રવાસીઓએ હોબાળો માચાવ્યો હતો. આવા ગૃપને સીધી એન્ટ્રી નહીં આપવાની પણ CEOએ સૂચના આપી દીધી. જેને કાયમ ફોલોપ થાય તેવી ચિમકી પણ આપતા સ્થાનિક સિક્યુરિટી સજ્જ બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details