ગુજરાત

gujarat

ETV Bharat / state

SoU સહિત તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ - નર્મદા

નર્મદા જિલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓં માટે હોટ ફેવરીટ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુલાકાતે 60,000થી વધુ પ્રવાસીઓએ લીધી છે. કુદરતી સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં હોટ ફેવરીટ રહ્યો. 31 ઓક્ટોબરના રોજથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત અન્ય 17 પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાતા પ્રવાસીઓએ પણ 24 તારીખ સુધીમાં સ્ટેચ્યુ સહિત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઇન બુકિંગ કરાવતાં બુકિંગ પણ ફૂલ થઇ ચૂક્યું છે.

SoU સહિત તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ
SoU સહિત તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ

By

Published : Nov 18, 2020, 1:07 PM IST

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત 60,000થી વધુ પ્રવાસીઓએ લીધી
  • દિવાળી વેકેશનમાં હોટ ફેવરીટ રહ્યાં અહીંના આકર્ષણ
  • ઓનલાઈન બુકિંગ પણ 24 તારીખ સુધી ફુલ થઈ ગયું

નર્મદાઃ ગત્ત વર્ષે પ્રવાસીઓ જે એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓએ 2થી 3 દિવસ સુધી ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવ્યું છે. ટેન્ટ સિટી 2નું 24 તારીખ સુધી ફૂલ બુકિંગ કરાવી ટેન્ટ સિટીમાં રહી આનંદ મેળવી રહ્યા છે. ટેન્ટ સિટીના મેનેજર પ્રબલ પટેલના જણાવ્યા અનુસાર લોકડાઉનમાં 6 મહિનામાં 10 કરોડથી પણ વધુ ખોટ ગઈ છે, પરંતુ હાલ પ્રવાસીઓ આવી રહ્યાં છે જેને કારણે જે ખોટ ગઈ છે. તે સરભર થતા થોડી રાહત થઇ છે.

ઓનલાઈન બુકિંગ પણ 24 તારીખ સુધી ફુલ થઈ ગયું

SoU પર દૈનિક પ્રવાસીઓનો આ રહ્યો આંક

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પહેલાં SRP અને પોલીસ જવાનો જે સુરક્ષા કરતા હતાં. જે હવે CISFના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા કરતા પ્રવાસીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ તમામ પ્રોજેક્ટો પર કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટો પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો રોજના SOU પર 2500 પ્રવાસીઓ અને વ્યૂઇંંગ ગેલેરીમાં 500, જંગલ સફારી પાર્કમાં રોજના 3000 હજાર, ચિલ્ડ્ર્ન પાર્કમાં રોજના 5000 પ્રવાસીઓ આવી રહ્યાં છે. આમ સરેરાશ રોજના 12 હજાર કરતાં વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details