ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં મળ્યું અવિરત સેવાનું દ્રષ્ટાંત, ઉનાળામાં ચલાવે છે પગરખાની પરબ

નર્મદા: જિલ્લાના માંગરોળ ગામે રહેતા મહેન્દ્ર પ્રજાપતિના સેવા યજ્ઞનો રથ અવિરત ચાલતો રહે છે. હાલ ગરમીના સમયમાં તાપમાં ગરીબો પગરખા વિના ફરતા હોય છે. ગરીબ બાળકો શાળામાં પરગખા વિના પણ જતા હોય છે. આવી વેદના મહેન્દ્ર પ્રજાપતિથી સહન ન થતા તેઓ ઉનાળામાં ગરીબોને પગરખાની મફત વહેંચણી કરે છે.

પગરખા વહેંચતા મહેન્દ્ર પ્રજાપતિ

By

Published : Apr 3, 2019, 10:26 PM IST

મહેન્દ્ર પ્રજાપતિ છેલ્લા કેટલાય વર્ષોથી આ સેવા કાર્ય કરે છે અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇને પગરખાની પરબ લોકો સુધી પહોંચાડે છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે મતદાન જાગૃતિની કાપડની થેલીઓ છપાવી જ્યાં જાય ત્યાં વિતરણ કરે છે. તેમજઆ પ્લાસ્ટિકની થેલીનો વપરાશ બંધ કરવાનીસલાહ આપે છે. આ ઉપરાંત,આખું વર્ષ રક્તદાન,બેટી બચાવો જાગૃતિની કાપડની થેલી મફતમાં વહેંચી પર્યાવરણ જાગૃતિ ફેલાવે છે.

શાળામાં પગરખા વહેંચતા મહેન્દ્ર પ્રજાપતિ

નર્મદા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં જે બાળકો ભણે છે, તે બાળકોને શાળાઓમાં જઈને મફત પગરખા વહેંચી મહેન્દ્રભાઈ પ્રજાપતિ જાતે પહેરાવે છે. જરૂરીયાત મંદો સુધી આ પગરખાની પરબ લઈને જાય છે.

મહેન્દ્રભાઇનાઆ સેવા યજ્ઞ બાબતે પ્રાથમિક શિક્ષિકાનમિતામકવાણાએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર પ્રજાપતિ વર્ષોથી સેવા કરે છે, આ સાથે જ પગરખાની પરબ ચલાવે છે. અમારી સ્કૂલમાં તેઓ ગરીબ બાળકો તથા ગામના લોકોને ઉનાળામાં મફત પગરખાંઆપે છે, આ સાથે જન જાગૃતિનું પણ કામ કરે છે, તેમજપર્યાવરણ માટે કાપડની થેલીનું મફતમાં વિતરણ કરે છે.

ABOUT THE AUTHOR

...view details