ગત વર્ષ 2018માં પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર 46.20 મીટર હતો તેની સામે આ વર્ષે 2715 મીટર લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં પડેલા ઓછા વરસાદને કારણે 4.5 મિલિયન એકર ફિટ પાણી મળી શક્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર 451 mm વરસાદ પડ્યો હતો. આ વર્ષે વધુ વરસાદ વરસ્યો છે.
વર્તમાનમાં જો જોવામાં આવે તો પાણીની સપાટી 127.81 મીટર પહોંચી છે, જે ગત વર્ષે માત્ર 111.03 મીટર જ હતી. આમ, ગુજરાતની જીવાદોરી આ વર્ષે સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા સર્જાઈ રહી છે.
ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનને પણ ફાયદો થશે. જો કે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થયેલ છે. હજુ નર્મદા ડેમનાં અન્ય બંધોમાંથી પાણી છોડાયું નથી પણ આવનારા દિવસોમાં જ્યારે તે ડેમોમાંથી પાણી છોડવામાં આવશે તો આવકમાં વધારો નોંધાશે.