નર્મદા ડેમમાં 4 લાખ 30 હજાર ક્યુસેક પાણીના ઇનફલો સામે 4 લાખ 20 હજાર ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમની ઐતિહાસિક 135.75 મીટર સપાટી નોંધાઈ - 135.75 મીટરે ઐતિહાસિક સપાટી
નર્મદા: જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં હાલ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 135.75 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. નર્મદા ડેમની સપાટી વધતા ફરી 21 દરવાજા ખોલવામાં આવ્યા છે.
5 સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ સવારના ૮ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૪,૧૨૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪,૦૨૯ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.
નર્મદા નદી બે કાંઠે વહેતા ગોરા ગામનો બ્રિજ ડૂબી ગયો છે. આ બ્રિજ ડૂબી જતો હોય જેથી ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાય છે. ત્યારે તેના ઉપરથી 2 મીટર પાણી વહી રહ્યુ છે. હાલમાં પાણી વધતા નર્મદાની સપાટી પણ વધી રહી છે.