ગુજરાત

gujarat

ETV Bharat / state

નહેરુથી મોદી સુધી, અનેક અવરોધો ઓળંગીને ઓવર ફ્લો થયો સરદાર સરોવર ડેમ

નર્મદા: આજે ગુજરાત માટે ગૌરવની વાત છે કે, ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. નર્મદા ડેમનાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગેટ નંબર-14 પ્રથમ ખોલાયો હતો. જેમાં 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલી નાખવામાં આવ્યાં છે. ઉપવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ હતી. જેથી ડેમની સપાટી 131 મીટર વટાવતા જ આખરે દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. હાલ ડેમની સપાટી 131.20 મીટર છે. ડેમની હાલની આવક 1,80,788 ક્યુસેક્સ છે. જ્યારે જાવક 89,582 ક્યુસેક્સની છે. આજે આપણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની કેટલીક રસપ્રદ વાતો વિશે વાત કરીશું.

etv bharat narmada

By

Published : Aug 9, 2019, 9:18 PM IST

સરદાર સરોવર ડેમ ભારતની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે. જેનાથી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટાં રાજ્યો નર્મદા પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. પાણી ડિસ્ચાર્જ કરવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડેમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ છે. આ પ્રોજેક્ટ્થી જોડાયેલી 532 કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઇ નહેર છે. કોંક્રિટથી બનેલો સરદાર સરોવર ડેમ ભારતનો ત્રીજો સૌથી ઉંચો ડેમ છે. નર્મદા ડેમથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય છે. રાજસ્થાન અને ગુજરાતની મોટી જનસંખ્યા માટે નર્મદાનું પીવાલાયક પાણી ઉપલબ્ધ થાય છે.

નર્મદા ડેમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ છે

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નર્મદા પ્રોજેક્ટનું 5 એપ્રિલ, 1961ના રોજ ભૂમિપૂજન થયું હતું. જેનું કામ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17 જૂન, 2017ના રોજ પૂર્ણ થયું. ગુજરાતની સુખાકારીનું બીજી નામ એટલે સરદાર સરોવર ડેમ. આ બંધનું સપનું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. જેથી આ ડેમનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. મુંબઈના જમશેદજી નમના પારસી ઇજનેરે આ વિચારને સાકાર કરવા મહત્વની ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે, ગુજરાતમાં ભાજપ કે, કોંગ્રેસ નર્મદા મુદ્દે ક્યારે વિરોધ કરતા જોવા મળ્યા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ ગુજરાતના રાજકારણમાં નર્મદા ડેમની એક આગાવી વિભાવના રહી છે. ગુજરાતમાં નર્મદા ડેમ અને સરદાર પટેલના નામે રાજનીતિ થતી રહી છે. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા ડેમનો પાયો નાંખ્યો હતો. તો આજે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં આ ડેમનું કામ પૂર્ણ કરાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

5 એપ્રિલ, 1961ના રોજ સરદાર સરોવર ડેમનું તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે ભૂમિપૂજન થયું હતું. પરંતુ ડેમ બનાવવાના કામકાજની શરૂઆત વર્ષ 1987માં થઇ હતી. આમ, ભૂમિપૂજનથી લઈ કામની શરૂઆતમાં 26 વર્ષનો સમયગાળો નીકળી ગયો. એવું કહેવાય છે કે, આ પાછળ મુખ્ય કારણ નર્મદા બચાવો આંદોલન હતું. આ નર્મદા બચાવો આંદોલનમાં મેધા પાટકર, બાબા આમ્ટે અને કેટલીક સ્વેચ્છિક સંસ્થાની આગેવાની હતી. જેમાં ડેમના કામકાજ સામે પર્યાવરણના મુદ્દો સવાલો ઉઠાવવામાં આવ્યાં હતાં. નર્મદા વિરોધી આંદોલનને મોટી સફળતા ત્યારે મળી, જ્યારે 1993માં સરદાર સરોવર પ્રોજેક્ટને વિશ્વ બેન્કે અપાયેલી સહાય પરત ખેંચી લીધી છે. જો કે, ઓક્ટોબર 2000માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા સરદાર સરોવર બંધનું રોકાયેલું કામ ફરી એકવાર શરૂ થયું.

કામકાજ શરૂ થયા બાદ વર્ષ 1999માં ફરીથી ડેમનું કામ અટક્યું, ત્યારે ડેમની ઊંચાઇ માત્ર 80.3 મીટર હતી, ત્યાર બાદ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમની ઊંચાઇ વધારવાની મંજૂરી આપી અને વર્ષ 2000માં ડેમની ઊંચાઈ 85 મીટર થઈ. વર્ષ 2001, 2002 અને 2003માં તબક્કાવાર 5-5 મીટર ઊંચાઇ વધારવાની પરવાનગી મળી હતી. ડેમની ઊંચાઇ 100 મીટર સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2006ની 31 ડિસેમ્બરે ડેમનું કામ 121.92 મીટરે ફરી પાછું અટક્યું. જેથી નર્મદા વિવાદ સામે લડી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 51 કલાકના ઉપવાસ પર બેઠા. ગુજરાતની મોદી સરકારની ઇચ્છા હતી કે, નર્મદા ડેમની ઊંચાઇ હજુ પણ વધારવામાં આવે. પરંતુ કેન્દ્રમાં બેઠેલી UPA સરકાર ટસની મસ ન જ થઈ.

ઉપવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ

પોતાનું સ્વપ્ન સાકાર કરવા મોદીને મોંકો મળ્યો અને 2014ની લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે ગુજરાત મોદી દેશના વડાપ્રધાન બન્યા. મોદીએ પોતાની વડાપ્રધાન કાર્યકાળના શરૂઆતના દિવસોમાં જ નર્મદા ડેમની ઊંચાઈ 138.39 મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી દીધી. આખરે 17 જૂન, 2017ના રોજ ડેમના દરવાજા બંધ થતાંની સાથે કામ પૂર્ણ થયું હતું. ખુદ વડાપ્રધાન મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ડેમની સુંદરતા વધારી
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ડેમની સુંદરતા વધારી

કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વિશ્વખ્યાત પ્રતિમાથી બે ગણી ઊંચી બની છે. સરદાર સરોવર નર્મદા બંધના પ્રાકૃતિક સૌંદર્યને નવો ઓપ આપનારા આ સરદાર પટેલના 'એકતા સ્મારક'માં 450 ફૂટની ઉંચાઇ ઉપર દર્શક ગેલેરી, સરદાર પટેલના જીવન-દર્શનની ઝલક આધુનિક ટેકનોલોજીથી પ્રસ્તુત કરાઈ છે.

સરદાર સરોવર યોજનાના તમામ વિશિષ્ઠી પાસાંઓની ભૂમિકા આપતી-વર્ચ્યુઅલ ટૂર, કૃષિવિકાસ, જળવ્યવસ્થાપન, આદિજાતિ ઉત્ક‍ર્ષ અને સુચારૂ વહીવટ માટેનું સંશોધન કેત મ્યુ‍ઝિયમ સહિતના વિશ્વમાં અનોખા સ્મારક તરીકે વિકસાવવમાં આવી રહ્યું છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા સ્મારક દેશ અને દુનિયાના નાગરિકો માટે પ્રવાસન સહિત આઝાદીના કાળખંડ અને ભવ્ય ઇતિહાસની માહિતી આપતું પ્રવાસન દર્શનીય ધામ બન્યું છે અને કેવડીયા તથા સરદાર સરોવર બંધની આસપાસના ગામોના યુવાનોને રોજગારીના અવસર મળવાની આશાઓ વધી છે.

ABOUT THE AUTHOR

...view details