નર્મદા : દેશ માટે નામી-અનામી મહાન ચહેરાઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનો-ત્યાગથી આજની યુવાપેઢીને અવગત કરાવવા માટે વડાપ્રધાન એ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલુ કર્યો છે. ત્યારે તારીખ 12મી માર્ચ 2021ના રોજ પુન: સાબરમતી આશ્રમથી દાંડી સુધી 385 કિમી 81 દાંડીયાત્રીઓની ટુકડીને લીલી ઝંડીની પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે દાંડીયાત્રીઓએ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા યોજીને લોકોને અનોખો સંદેશો આપ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર પટેલના દર્શન કરીને દાંડીયાત્રીઓએ ભવ્યતાનો અનુભવ કર્યો હતો.
પરિસર રંગાયું :જ્યાં દાંડીયાત્રીઓના નારાઓથી પરિસર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. સૌએ સરદાર પટેલના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરો પ્રદર્શન નિહાળીને માહિતીથી વાકેફ થયા હતા. બ્રિટિશ સામ્રાજ્યની કાર્યપ્રણાલીને અહિંસક રીતે પડકારી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા તારીખ 12 માર્ચ 1930ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી.
આ પણ વાંચો :AAP Padyatra: રાજ્યભરમાં કાલે AAP યોજશે મશાલયાત્રા, શહીદ એ આઝમ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપશે