ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપલાના એક કોમ્પ્લેક્ષની ત્રણ દુકાનોમાંથી 1.20 લાખની ચોરી - Shopes

નર્મદા: જિલ્લામાં આવેલા રાજપીપલા કેવડિયા મુખ્ય માર્ગ વડિયા પેલેસ રોડ પર આવેલ કાળિયાભુત ચોકડી પાસે વાસુ હેરિટેજ કોમ્પલેક્ષની ત્રણ દુકાનોમાં એક જ રાતમાં ચોરી થઇ હતી. જેમાં તસ્કરો પોતાની સાથે કોઈ લોખંડની પાઇપ જેવા હથિયાર લઇને આવ્યા હતા. જેનાથી તેમણે શટલને વચ્ચેથી ઉંચું કરીને ત્રણ દુકાનોમાંથી એક જ સાથે ચોરી કરવામાં આવી હતી.

shops

By

Published : Jul 18, 2019, 2:28 AM IST

નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપલાના કાળિયાભુત વિસ્તાર 24 કલાક અવર જવર વાળો મુખ્ય માર્ગ હોવા છતાં આ તસ્કરોએ આ ચોરી એક રાતમાં ત્રણ શટલો તોડી ચોરી કરી હતી.આ તસ્કરો કોઇ લોખંડની પાઇપ જેવા સાધન દ્વારા શટર ઊંચુ કરીદુકાનોમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં પહેલી દુકાનમાંથી તેમને કઈ ન મળતા બીજી દુકાનમાંથી બે-ત્રણ હજારનું પરચુરણ લઇને અંતે બાજુની નવકાર ટ્રેડર્સને ખોલીને ચેકીંગ કરતા તેમને હાથ 1.20 લાખ રૂપિયા લાગ્યા હતા.

ત્રણ દુકાનો

જેમાં વેપારી દીપિકા યોગેશ શાહની નવકાર ટ્રેડર્સમાંથી 1.20 જેટલી મોટી રકમની ચોરી કરી હતી. ત્યારે સવારે ચોરીના સમાચારથી દિપીકાબેનને ભારે આઘાત લાગ્યો હતો. તેમણે આ બાબતે પોલીસને જાણ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ તપાસ દરમિયાન નવકાર ટ્રેડર્સના મલિક યોગેશ શાહે દુકાનમાં અને દુકાન બહાર કેમેરા લગાવ્યા હતા. પણ કેમેરા નાઈટ વિઝન ન હોવાના કારણે ચોર કેમેરામાં પણ ઝડપાયા ન હતા. અર્થાત કેમેરા પણ શોભાના ગાંઠિયા સમાન બની રહી ગયા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details