ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ખાતે રેડક્રોસ દિનની ઉજવણી કરવામાં આવી - Blooddonation

નર્મદા: 8 મી મે એ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે  નર્મદા જિલ્લામાં આવેલા એક માત્ર બ્લડ બેન્ક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રાજપીપલા દ્વારા બુધવારે ખાસ જિલ્લા રોજગાર કચેરી નર્મદા અને રેડક્રોસ નર્મદાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં આજના બે પ્રથમ ડોનરો વસાવા નયનભાઈ ભરતભાઈ અને ગુંજન બી.સોની  આજના પ્રથમ રક્તદાતા તરીકે રેડક્રોસ બ્લડ બેન્ક રાજપીપળામાં આવ્યા હતા.

narmada

By

Published : May 9, 2019, 3:22 AM IST

તેમણે રક્તદાન કરી એક અનોખો સંકલ્પ લીધો હતો કે, તેઓ નિયમિત રક્તદાન કરશે ત્યારે આ દિવસે રેડક્રોસ નર્મદાના વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખ તથા બેંકના BTO ડો. જે.એમ .જાદવે આ બંને રક્તદાતાઓનું ખાસ અભિવાદન કર્યું હતું. જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદાના રોજગાર અધિકારી જી.આર.બારીયાની આગેવાની હેઠળ આ ખાસ રક્તદાન શિબિર રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details