રાજપીપળાઃ રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પાલિકા ખંડમાં વર્ષ 2022-23 નું અંદાજપત્ર અને વિવિધ વિકાસના કામોની મંજૂરી માટેની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2022-23 ના વર્ષનું 43 કરોડની ઉઘડતી સિલક તથા 47 કરોડની આવક મળી 90 કરોડની આવકવાળું (Rajpipla Palika budget of Rs 90 crore approved) 56 કરોડની જાવક સાથે 34 કરોડની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર (Rajpipla Budget 2022 - 23 ) કરાયુ હતું.
પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ પર ભાર
રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિકાસને ધ્યાનમાં રાખી બજેટ મંજૂર (Rajpipla Budget 2022 - 23 ) કરાયું છે, શહેરવાસીઓને પહેલા પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ મળશે સાથે સાથે કાર માઈકલ પુલ, મચ્છીમાર્કેટનું રીનોવેશન થશે અને શાકમાર્કેટ નવું બનાવશે.